News of Thursday, 6th February 2025
આપના પ્રવક્તાએ ચાણક્ય ટુડે ના એક્ઝિટ પોલને પડકાર્યો: ટોટલ સરવાળો મારતા ચાર ટકાથી વધુ મતો ગાયબ થયેલા માલુમ પડે છે

આપ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને હરિયાણા આપના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અનુરાગ ઠંડાએ ટુડેસ ચાણક્યાના એક્ઝિટ પોલને પડકારીને કહ્યું છે કે આ એક્ઝિટ પોલને રંગે હાથ પકડી લીધેલ છે
ચાણક્યના એક્ઝિટ પોલમાં ભાજપને 51.4 ટકા આપને 34.4 ટકા કોંગ્રેસને 6.5 ટકા અને અન્ય પક્ષોને 3.6 ટકા પુરુષોના મતો મળ્યા છે.. આમ સરવાળો મારીએ તો ૪.૧% મત ગાયબ થયેલા દર્શાય છે.
એક્ઝિટ પોલમાં સ્ત્રી મતદાતાઓના 34.3 ટકા ભાજપને, 50.7 ટકા આપ પાર્ટીને, 6.4 ટકા કોંગ્રેસને અને ચાર ટકા અન્ય પક્ષોને મળ્યા છે અહીં પણ સરવાળો મારીએ તો 4.2% મતો ગાયબ નજરે પડે છે.
આપના પ્રવક્તા કહે છે કે ભારતમાં એક્ઝિટ પોલના નામ ઉપર સૌથી મોટી મજાક થઈ રહી છે..
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
