News of Thursday, 6th February 2025
દિલ્હીમાં ભાજપ સરકાર બનાવે છે તો કોણ હશે મુખ્યમંત્રી ? : ભાજપ પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ આપ્યા મોટા સંકેત
ભાજપ મુખ્યમંત્રી તરીકે નવા ચહેરા પર દાવ પણ લગાવી શકે

નવી દિલ્હી :દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવવામાં બહુ ઓછો સમય બાકી છે. પરંતુ આ પહેલા એક્ઝિટ પોલના ડેટાથી ભાજપની છાવણીમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. એક્ઝિટ પોલના ડેટા અનુસાર ભાજપ બે દાયકા બાદ દિલ્હીમાં પાછી ફરી રહી છે. આવા સંજોગોમાં ભાજપની સરકાર બનશે તો મુખ્યમંત્રી કોણ હશે તેવો સવાલ ઉઠવો સ્વાભાવિક છે. જેને લઈને પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ મુખ્યમંત્રી પદને લઈને સંકેતો આપ્યા છે.
એક ટીવી સાથે વાત કરતા વીરેન્દ્ર સચદેવાએ કહ્યું, "કોણ મધ્યપ્રદેશમાં હતું, કોણ રાજસ્થાનમાં હતું, કોણ છત્તીસગઢ-ઓડિશામાં હતું. આ બધું આપણા રાષ્ટ્રીય નેતૃત્વએ નક્કી કર્યું છે. જેને આ જવાબદારી મળશે તે તેને નિભાવશે."
થોડા ઈશારામાં વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે ભાજપ મુખ્યમંત્રી તરીકે નવા ચહેરા પર દાવ પણ લગાવી શકે છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે ત્રણેય રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે ચૂંટણી પહેલા સીએમ ચહેરા માટે કોઈ નેતાના નામની જાહેરાત કરી ન હતી. તેમજ આ ત્રણેય રાજ્યોમાં પાર્ટીએ નવા ચહેરાને મુખ્યમંત્રી બનાવ્યા હતા.
એક્સિસ માય ઈન્ડિયાના સર્વે અનુસાર દિલ્હીની જનતાએ મુખ્યમંત્રી પદ માટે અરવિંદ કેજરીવાલને પોતાની પ્રથમ પસંદગી જાહેર કરી છે. જો કે આ પછી સીએમ તરીકે સૌથી વધુ પસંદ કરાયેલા ભાજપના નેતા પ્રવેશ વર્મા હતા.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
