<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

મહારાષ્ટ્રમાં જીબીએસના કારણે અત્યાર સુધીમાં 6 લોકોના મૃત્યું: 3 નવા શંકાસ્પદ દર્દીઓ મળ્યા

અત્યાર સુધીમાં કુલ 173 શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા

મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે GBS કેસ અંગે મોટું અપડેટ આપ્યું છે. આરોગ્ય વિભાગે જણાવ્યાનુસાર અત્યાર સુધીમાં કુલ 6 લોકોના મોત થયા છે. આજે 3 નવા શંકાસ્પદ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 173 શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા છે, જેમાંથી 140 દર્દીઓમાં જીબીએસની પુષ્ટિ થઈ છે. અત્યાર સુધીમાં 6 મૃત્યુ થયા છે, જેમાંથી 1 જીબીએસના કારણે થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે 5 મૃત્યુ શંકાસ્પદ માનવામાં આવે છે. અત્યાર સુધીમાં 72 દર્દીઓને રજા આપવામાં આવી છે. 55 દર્દીઓ ICUમાં છે, જ્યારે 21 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

(12:07 AM IST)