News of Friday, 7th February 2025
વૃંદાવનના સુપ્રસિદ્ધ આધ્યાત્મિક સંત પ્રેમાનંદ મહારાજની સવારે ૨ વાગે યોજાતી પદયાત્રા અનિશ્ચિત સમય માટે બંધ*

નાદુરસ્ત તબિયતને કારણે, પરમ આધ્યાત્મિક સંત પ્રેમાનંદ મહારાજની વૃંદાવનમાં દરરોજ સવારે ૨ વાગે યોજાતી પદયાત્રા અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવી છે. હવે ભક્તો રસ્તાની બંને બાજુમાં ઉભા રહીને તેમના દર્શન કરી શકશે નહીં.
પ્રેમાનંદ મહારાજ પોતાના ભક્તોને દર્શન આપવા માટે ૨ કિલોમીટર ચાલીને જતા હતા. તેમની એક ઝલક મેળવવા માટે, દેશના ખૂણે ખૂણેથી લાખો અનુયાયીઓ રસ્તાની બંને બાજુ ઉભા રહેતા અને મહારાજને જોઈને કૃતજ્ઞતા અનુભવતા.
પ્રેમાનંદ મહારાજના શિષ્યોએ તેમના ઇન્સ્ટાગ્રામ પરના સત્તાવાર એકાઉન્ટ પર આ માહિતી શેર કરી છે. પ્રેમાનંદ મહારાજની તબિયત ગયા મહિને બગડી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેમની તબિયતમાં સુધારો થયા પછી, સંત પ્રેમાનંદ મહારાજે ફરીથી પદયાત્રા શરૂ કરી હતી, પરંતુ વધતી ભીડ અને નાદુરસ્ત તબિયતને કારણે ફરી એકવાર આ પદયાત્રા બંધ કરી દેવામાં આવેલ છે.
(1:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
