News of Friday, 7th February 2025
બટાકા, દાળ, ચિકનના ભાવ વધ્યા તો ઘરની થાળી મોંઘી થઈ
ઘરે બનાવેલું ભોજન એક વર્ષની સરખામણીએ મોંઘુ થઈ ગયું બટાકાના ભાવમાં ૩૫ ટકા, દાળમાં સાત ટકા અને વનસ્પતિ તેલમાં ૧૭ ટકાના વધારાને કારણે શાકાહારી ખોરાકનો ભાવ પ્રતિ પ્લેટ ૨૮.૭ રૂપિયા થઈ ગયો છે

નવી દિલ્હી તા. ૭: બટાકા, દાળ અને ચિકનના ભાવમાં વધારાને કારણે જાન્યુઆરીમાં ઘરે બનાવેલો ખોરાક એક વર્ષ પહેલાની સરખામણીમાં વધુ મોંઘો થયો. આ માહિતી એક અહેવાલમાં આપવામાં આવી છે. રેટિંગ એજન્સી ક્રિસિલના એકમ દ્વારા ગુરુવારે જાહેર કરાયેલ માસિક રોટલી ચાવલ રેટ રિપોર્ટ અનુસાર, ગયા મહિને માંસાહારી થાળીના ભાવ શાકાહારી થાળી કરતા વધુ વધ્યા છે. ચિકનના ભાવમાં વધારાને કારણે આવું થયું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બટાકાના ભાવમાં ૩૫ ટકા, , દાળમાં સાત ટકા અને વનસ્પતિ તેલમાં ૧૭ ટકાના વધારાને કારણે શાકાહારી ભોજનનો ભાવ -તિ પ્લેટ ૨૮.૭ રૂપિયા થઈ ગયો છે. એક વર્ષ પહેલાના સમયગાળામાં, તેની કિંમત પ્રતિ થાળી ૨૮ રૂપિયા હતી. જોકે, વાર્ષિક ધોરણે ઇંધણ ખર્ચમાં ૧૧ ટકાનો ઘટાડો થવાને કારણે, આ ફુગાવો અમુક અંશે નિયંત્રિત થયો.
ક્રિસિલે જણાવ્યું હતું કે શાકાહારી થાળીના ભાવ વાર્ષિક ધોરણે વધ્યા હોવા છતાં, એક મહિના પહેલાની સરખામણીમાં તેની કિંમતમાં ઘટાડો થયો છે. ડિસેમ્બર ૨૦૨૪માં, શાકાહારી થાળીનો ભાવ -તિ થાળી ૩૧.૬ રૂપિયા હતો, પરંતુ જાન્યુઆરીમાં, ટામેટાના ભાવમાં ૩૪ ટકા, બટાકાના ભાવમાં ૧૬ ટકા અને ડુંગળીના ભાવમાં માસિક ધોરણે ૨૧ ટકાનો ઘટાડો થવાને કારણે શાકાહારી થાળીનો ભાવ ઘટયો.
જ્યાં સુધી માંસાહારી થાળીનો સવાલ છે, તેની કિંમત જાન્યુઆરી ૨૦૨૫માં વધીને ૬૦.૬ રૂપિયા થઈ ગઈ જે એક વર્ષ પહેલા ૫૨ રૂપિયા હતી. બ્રોઇલર ચિકનના ભાવમાં થયેલા ૩૩ ટકાના વધારાની સરખામણીમાં આ વધારો ઓછો છે. હકીકતમાં, માંસાહારી થાળીમાં બ્રોઇલર ચિકનનો ફાળો ૫૦ ટકા છે. એજન્સીએ જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં ટામેટાં, ડુંગળી અને બટાકાના ભાવમાં ઘટાડો થવાને કારણે માંસાહારી થાળીનો ભાવ ઘટીને ૬૩.૩ રૂપિયા થયો હતો. પરંતુ બ્રોઇલરના ભાવમાં એક ટકાનો વધારો થવાને કારણે ઘટાડો મર્યાદિત રહ્યો
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
