News of Friday, 7th February 2025
દેવ સોલ્ટ ગૃપ ઉપર ઇન્કમટેક્ષના ૧પ સ્થળોએ દરોડા
અમદાવાદ, ગાંધીધામ, જામનગર, હરીપર મીયાણા સહિતના સ્થળોએ ૭૦થી વધુ અધિકારીઓ દ્વારા કાર્યવાહીઃ ડી.એસ.ઝાલા, એચ.ડી.ઝાલાની ઓફીસ-સાઇટ સહિતના સ્થળે તપાસઃ દેવ ગૃપ ગુજરાતના રાજકીય નેતાના નજીકના સબંધી હોવાની ચર્ચા

રાજકોટ તા.૭: ર૦ર૪-રપના નાણાંકીય વર્ષને પુર્ણ થવા આડે હવે માત્ર બે જ સમય બાકી છે તેના નિર્ધારીત લક્ષ્યાંક પુર્ણ કરવા સર્વે અને સર્ચની કામગીરી તેજ કરી છે. છેલ્લા કેટલાંક સમયથી સુષુપ્ત રહેલી ઇન્કમટેક્ષની ઇન્વેસ્ટીગેશન વીંગે આજ વહેલી સવારથી મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.
આજ સવારથી ગુજરાતના જાણીતા દેવ સોલ્ટ ગૃપ ઉપર ઇન્કમટેક્ષની ઇન્વેસ્ટીગેશન વિંગ દ્વારા ૧પથી વધુ સ્થળોએ દરોડા પાડતા મીઠા ઉત્પાદકો અને ડીલર્સર્મા ખળભળાટ મચી ગયેલ છે. ઇન્કમટેક્ષ દ્વારા અમદાવાદ, ગાંધીધામ, જામનગર, હરીપર મીયાણા, સહિતના સ્થળોએ કાર્યવાહી હાથ ધરી છે. ઇન્કમટેક્ષના જમનગર, રાજકોટ, અમદાવાદ સહિત ૭૦ થી વધુ આયકર અધિકારીઓ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ઼ છે.
દેવ ગૃપ ઓફ કંપનીઝની હરીપર- મીયાણા, અમદાવાદ ખાતે ડી.એસ. ઝાલા, એચ.ડી.ઝાલાની ઓફીસો સહિતના સવા ડઝન સ્થળોએ આવકવેરાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. લાબાં સમયના વિરામ પછી સૌરાષ્ટ્રમાં આવકવેરા ખાતું મોટાપાયે કાર્યવાહી હાથ ધરાઇ છે. દેવ ગૃપ ઓફ કંપનીઝના ડી.એસ.ઝાલા અને એચ.ડી.ઝાલાની ઓફીસો સહીતના સ્થળોએ વહેલી સવારથી આવકવેરાએ તપાસ શરૂ કરી છે અને અમદાવાદની કોર્પોરેટ ઓફીસ હરીપર મીયાણા ખાતે મીઠાના ફેકટરી, નિવાસસ્થાન સહીત સવા ડઝન સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલી રહયું છે.
રાજકોટ-જામનગરથી આઇટી ટીમો તપાસમાં જોડાઇ છે. ગુજરાતના મોટા રાજકીય નેતાના નજીકના કુટુંબીજન થતા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
આવકવેરા વિભાગ દ્વારા દેવ સોલ્ટ ગૃપ ઉપર દરોડા પુર્વે રાત્રીથી જ ગુપ્ત રાહે કાર્યવામાં કરવામાં આવી હતી. આયકર વિભાગના અધિકારીઓને પહેલા રાજકોટ બાદ ચોટીલા આસપાસ રોકાણ કરવામાં આવ્યું હતું અને સવારે ૪ કલાકે દેવ સોલ્ટ ગૃપ ઉપર તપાસ કરવા હુકમ થયો હતો.
દેવ સોલ્ટ ગૃપ ઉપર તપાસ દરમ્યાન કેટલાક નાણાંકીય વ્યવહારો, રોકડા અને દસ્તાવેજો ઉપર તપાસ કેન્દ્રીત કરવામાં આવી છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
