તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Friday, 7th February 2025
મહિલાએ જાહેરમાં કપડાં ઉતારી નાખ્યા : પોલીસની ગાડી પર ચડી વિરોધ
હિજાબના કાયદા સામે ઇરાની મહિલાનો નગ્ન વિરોધ : વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તેહરાન, તા.૭: ઈરાનમાં એક મહિલાએ પોતાના તમામ કપડાં ઉતારી નગ્ન હાલતમાં પોલીસની ગાડી પર ચડી વિરોધ કરતી હોય એવો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ મહિલા ઈરાનમાં એવી મહિલાઓ માટે કડક સજાનો વિરોધ કરી રહી હતી જે ખુદને સંપૂર્ણ રીતે હિજાબથી ઢાંકતી નહોતી. સોશિયલ મીડિયા પર વાયરલ ફૂટેજમાં મહિલાને ઈરાનના બીજા સૌથી મોટા શહેર મશહદમાં ગાડીના બોનેટ પર ઊભી રહીને હથિયારબંધ અધિકારીઓ સામે રાડો પાડતી જોઈ શકાય છે.
ઈરાની પત્રકાર અને એક્ટિવિસ્ટ મસીહ અલીનેજાદ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં તે મહિલા વિન્ડસ્ક્રીન તરફ આગળ વધતી જોઈ શકાય છે, જ્યાં તે પોતાના પગ ફેલાવીને બેસી જાય છે. વીડિયોમાં આગળ બતાવાયું છે કે એક હથિયારબંધ પુરુષ અધિકારી સામે મહિલા રાડો પાડી વિરોધ દર્શાવતી હોય તેમ પોતાના હાથ અધ્ધર કરે છે, ત્યારબાદ વીડિયો ફૂટેજ પૂર્ણ થઈ જાય છે. અખબાર ‘ધ સન' અનુસાર મહિલાના પતિએ ઘટના બાદ કહયું કે, તેની સારવાર ચાલી રહી છે. પરંતુ મહિલાના આ કામને વ્યાપક રીતે ઈરાનમાં મહિલાઓ માટે વધતા ડ્રેસ પ્રતિબંધો સામે એક વિરોધના રૂપે જોવામાં આવી રહી છે.
ડિસેમ્બરમાં, ઈરાની કાયદા નિર્માતાઓએ એક વિવાદાસ્પદ નવા ‘પવિત્રતા અને હિજાબ' કાયદાને મંજૂરી આપી હતી, જેમાં મહિલાઓ અને છોકરીઓના વાળ, હાથ કે પગ બતાવવા બદલ કડક સજાનો પ્રસ્તાવ છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ જેવા કાર્યકરો અને સંગઠનો દ્વારા વૈશ્વિક નિંદા બાદ આ બિલને સ્થગિત કરવામાં આવ્યું હતું. આ સંગઠનોએ ઈરાનની ‘‘પહેલેથી જ દબાવતી દમન પ્રણાલીને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ'' બદલ ટીકા કરી હતી. પ્રસ્તાવિત કાયદામાં વારંવાર ઉલ્લંઘન કરવા બદલ ભારે દંડ અને ૧૫ વર્ષ સુધીની જેલની સજા થશે.
કાયદા મુજબ, નિયમો તોડનારાઓની જાણ અધિકારીઓને કરવી પડશે. આ વર્ષે જાન્યુઆરીમાં, તેહરાનના મેહરાબાદ એરપોર્ટ પર એક મહિલાએ હિજાબ ન પહેરવા બદલ વિરોધ કરવા પર એક મૌલવીની પાઘડી ઉતારી અને માથું ઢાંકી દીધું. આ ઘટનાનો વીડિયો બનાવવામાં આવ્યો હતો અને તે ઓનલાઈન વ્યાપકપણે વાયરલ કરવામાં આવ્યો હતો. ૧૯૭૯ની ઈરાની ક્રાંતિ પછી મહિલાઓના ડ્રેસ કોડ વિવાદાસ્પદ રહ્યા છે. ૨૦૨૨ માં હિજાબ ન પહેરવા બદલ અટકાયતમાં લેવામાં આવ્યા બાદ મહસા અમીનીના મૃત્યુ બાદ તણાવ હિંસક રીતે વધી ગયો હતો, જેના કારણે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા, જેમાં સુરક્ષા દળોએ ૫૫૦ થી વધુ લોકોને માર્યા અને હજારોની અટકાયત કરી હતી.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
