<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

દેશમાં ફરી ઠંડીની લહેર :અનેક ભાગોમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી

દિલ્હીમાં ઠંડા પવનો ફુંકાશે: હિમાચલ પ્રદેશમાં ગાઢ ધુમ્મસની ચેતવણી: જમ્મુ કાશ્મીરમાં ઠંડીનો પ્રકોપ: રાજસ્થાનમાં ઠંડીનું મોજું છવાયું

નવી દિલ્હી : દેશના અનેક ભાગોમાં ફરી એકવાર ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિલ્હી એનસીઆરથી લઈને ઉત્તર પ્રદેશ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ઠંડીની લહેર જોવા મળી રહી છે. તાપમાનનો પારો ગગડતાં દેશના અનેક વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે.

રાજધાની દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 9.05 ડિગ્રી સેલ્સિયસ રહેશે. હવામાન વિભાગ દ્વારા આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 20.02 સેલ્સિયસ રહેવાની આશંકા છે. ઠંડા પવનો ફૂંકાઈ શકે છે. ગુરુવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 8.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે આ સિઝનના સરેરાશ તાપમાન કરતાં 1.2 ડિગ્રી ઓછું હતું.

હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. આના કારણે લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રીથી ઘટીને 11 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. કીલોંગ વિસ્તાર સૌથી ઠંડો રહ્યો હતો, જ્યાં રાત્રિનું તાપમાન માઈનસ 12.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગોંડલમાં 9 સેમી બરફવર્ષા નોંધાઈ છે જ્યારે કેલોંગમાં 6 સેમી, કલ્પામાં 3.6 સેમી અને કોઠીમાં 2.5 સેમી બરફવર્ષા થઈ છે. મનાલીમાં 20 મીમી વરસાદ પડ્યો હતો

જમ્મુ-કાશ્મીરની રાજધાની કાશ્મીરમાં શુષ્ક હવામાનની આગાહી વચ્ચે ઠંડીનો પ્રકોપ ચાલુ છે. ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પહેલગામ અને ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન અનુક્રમે માઈનસ 6 અને માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 10-11 ફેબ્રુઆરી દરમિયાન સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. વિવિધ સ્થળોએ હળવો વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે.

 

જયપુર અને કોટા વિભાગમાં ઘણી જગ્યાએ ઠંડીનું મોજું નોંધાયું હતું. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન સીકર જિલ્લાના ફતેહપુરમાં 2.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સીકરમાં લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી, નાગૌર અને લુંકરનસરમાં 3.8 ડિગ્રી, કરૌલીમાં 4.4 ડિગ્રી, દૌસામાં 5.1 ડિગ્રી અને સંગારિયામાં 5.2 ડિગ્રી રહ્યું છે

(12:12 PM IST)