<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

‘‘આપના'' પ્રવક્‍તાએ ચાણકય ટુડે ના એક્‍ઝિટ પોલને પડકાર્યોઃ ટોટલ સરવાળો મારતા ચાર ટકાથી વધુ મતો ગાયબ થયેલા માલુમ પડે છે

 

નવી દિલ્‍હીઃ આપ પાર્ટીના રાષ્‍ટ્રીય પ્રવક્‍તા અને હરિયાણા આપના સિનિયર વાઈસ પ્રેસિડેન્‍ટ અનુરાગ ધાંડાએ ટુડેસ ચાણકયના એક્‍ઝિટ પોલને પડકારીને કહ્યું છે કે આ એક્‍ઝિટ પોલને અમે રંગે હાથ પકડી લીધેલ છે

ચાણકયના એક્‍ઝિટ પોલમાં ભાજપને ૫૧.૪ ટકા આપને ૩૪.૪ ટકા કોંગ્રેસને ૬.૫ ટકા અને અન્‍ય પક્ષોને ૩.૬ ટકા પુરુષોના મતો મળ્‍યા છે.. આમ સરવાળો મારીએ તો ૪.૧% મત ગાયબ થયેલા દર્શાય છે

આ એક્‍ઝિટ પોલમાંસ્ત્રી મતદાતાઓના ૩૪.૩ ટકા ભાજપને, ૫૦.૭ ટકા આપ પાર્ટીને, ૬.૪ ટકા કોંગ્રેસને અને ચાર ટકા અન્‍ય પક્ષોને મળ્‍યા છે અહીં પણ સરવાળો મારીએ તો ૪.૨% મતો ગાયબ નજરે પડે છે

આપના પ્રવક્‍તા કહે છે કે ભારતમાં એક્‍ઝિટ પોલના નામ ઉપર સૌથી મોટી મજાક થઈ રહી છે.

(12:24 PM IST)