<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

૨૦ થી ૫૦ લાખની હોમ લોનનો કેટલો EMI ઘટશે?

પાંચ વર્ષે રેપો રેટમાં રાહત

મુંબઇ,તા.૭: રિઝર્વ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાએ લગભગ પાંચ વર્ષ બાદ રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઈન્‍ટનો ઘટાડો કર્યો છે. અગાઉ કોવિડ મહામારી દરમિયાન ૨૦૨૦માં આરબીઆઈએ રેપોરેટ ઘટાડ્‍યો હતો. ત્‍યારબાદથી સતત વળદ્ધિ સાથે રેપો રેટ ૬.૫૦ ટકા પર સ્‍થિર રહ્યો હતો. નવા ગર્વનર સંજય મલ્‍હોત્રાના નેતળત્‍વમાં છેલ્લા બે વર્ષથી સ્‍થિર રેપો રેટ ૬.૫૦ ટકાથી ઘટી ૬.૨૫ ટકા થયો છે. રેપો રેટમાં ઘટાડાથી લોનધારકોને મોટી રાહત મળી છે. તેમાં પણ ખાસ કરીને હોમ લોનધારકોના ખિસ્‍સામાં બચત વધશે.

જુદી-જુદી લોન પર આટલી બચત

જો તમે રૂ. ૨૦ લાખની હોમ લોન લીધી હોય અને તેના પર ૮.૨૫ ટકા વ્‍યાજ અને મુદ્દત ૨૦ વર્ષની છે. તો હાલ મહિને ૧૭૩૫૬ રૂપિયા ઈએમઆઈ થશે, જેમાં ૨૫ બેઝિસ પોઈન્‍ટનો ઘટાડો થતાં લોન પર ૮.૨૫ ટકા વ્‍યાજ ચૂકવવાનું થશે. જેથી હવે રૂ. ૧૭૦૪૧ ઈએમઆઈ ચૂકવવો પડશે. અર્થાત દરમહિને રૂ. ૩૧૫ની બચત થશે.

જો તમે રૂ. ૩૦ લાખની લોન ૮.૫૦ ટકાના દરે ૨૦ વર્ષ માટે લીધી હોય તો દરમહિને રૂ. ૨૬૦૩૫ ઈએમઆઈ પેટે ચૂકવવા પડશે. પરંતુ હવે ૨૫ બેઝિસ પોઈન્‍ટનો ઘટાડો થતાં દરમહિને રૂ. ૨૫૫૬૨ ઈએમઆઈ ચૂકવવો પડશે. જેથી દરમહિને રૂ. ૪૭૩ની બચત થશે.

જો તમે રૂ. ૫૦ લાખની હોમ લોન ૮.૫૦ ટકાના દરે ૨૦ વર્ષ માટે લીધી હોય તો દરમહિને રૂ. ૪૩૩૯૧ના બદલે રૂ. ૪૨૬૦૩ ઈએમઆઈ પેટે ચૂકવવા પડશે. જેથી દરમહિને રૂ. ૭૮૮ની બચત થશે.

રૂ. ૫૦ લાખની લોન પર વર્ષે રૂ. ૯૫૦૦ની બચત

     વિગત  ઈએમઆઈ

વ્‍યાજ ૮.૫૦%               રૂ. ૪૩૩૯૧

વ્‍યાજ ૮.૨૫%               રૂ. ૪૨૬૦૩

મહિને બચત                રૂ. ૭૮૮

વાર્ષિક બચત                રૂ. ૯૪૫૬

SBI ટૂંક સમયમાં વ્‍યાજ ઘટાડશે

આ દરમિયાન SBIના મેનેજિંગ ડિરેક્‍ટર અશ્વિની કુમારે જણાવ્‍યું કે, ટૂંક સમયમાં જ લોકોને રેપોરેટમાં ઘટાડાની ભેટ EMIમાં ઘટાડા રૂપે  મળશે. એસબીઆઈ પાસેથી હોમ લોન લેનારાઓને ટૂંક સમયમાં બેન્‍ક તરફથી EMIમાં ઘટાડો થવાના સમાચાર મળશે

(4:13 PM IST)