News of Friday, 7th February 2025
ચાર મહિનાની ગર્ભવતી મહિલા સાથે યૌન શોષણ :મદદ માટે બૂમો પડતા ટ્રેનમાંથી ધક્કો મારી દીધો
મહિલા ટ્રેનમાં આંધ્ર પ્રદેશથી ચિત્તુર જઈ રહી હતી: બે શખ્સોએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો:મહિલાએ મદદ માટે ચીસો પાડી અને કોચમાં ભાગવા લગતા આરોપીઓએ મહિલાનો પીછો કરીને કેવી કુપ્પમ પાસે ટ્રેનના ગેટમાંથી તેને ધક્કો માર્યો

તમિલનાડુના વેલ્લોરમાં ચાર મહિનાની ગર્ભવતી મહિલા સાથે યૌન શોષણની ઘટના સામે આવી છે. મહિલા ટ્રેનમાં આંધ્ર પ્રદેશથી ચિત્તુર જઈ રહી હતી. આ દરમિયાન બે શખ્સોએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો. જ્યાં મદદ માટે ચીસો પાડવા પર મહિલાને ટ્રેનના દરવાજામાંથી ધક્કો મારી દીધો હતો.
શુક્રવારે જ્યારે ટ્રેન તિરુપત્તુર જિલ્લાના જોલારપૈટ્ટઈથી પસાર થઈ રહી હતી ત્યારે મહિલા તેના બર્થમાંથી ઉભી થઈને વોશરુમ થઈ રહી હતી. ત્યારે બંને આરોપીઓએ મહિલાનો પીછો કર્યો. મહિલાએ મદદ માટે ચીસો પાડી અને કોચમાં ભાગવા લાગી તો બંને આરોપીઓએ મહિલાનો પીછો કરીને કેવી કુપ્પમ પાસે ટ્રેનના ગેટમાંથી તેને ધક્કો મારી દીધો.
ટ્રેનમાંથી નીચે પડતાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ. તેના માથા પર ઈજા પહોંચી, તેના હાથ પગ ભાંગી ગયા. મહિલાને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મહિલાની ફરિયાદ પર જોલારપેટ્ટે પોલીસે ગુનો નોંધી લીધો છે. પોલીસે એક શખ્સ હેમરાજની ધરપકડ કરી છે. અને અન્ય આરોપીઓની ઓળખ માટે સીસીટીવી ફુટેજની તપાસ કરી રહી છે.
આ ઘટના પર એઆઈએડીએમકે મહાસચિવ એડપ્પડીના પલાનીસ્વામીએ ડીએમકે પર નિશાન સાધતાં કહ્યું કે એક ગર્ભવતી મહિલા સાથે બે લોકોએ યૌન શોષણ કર્યું. શરમની વાત છે કે તમિલનાડુમાં મહિલાઓ રસ્તા પર પણ સુરક્ષિત નથી. તે હવે ટ્રેનમાં પણ સુરક્ષિત નથી.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
