News of Friday, 7th February 2025
LoC પર ઘૂસણખોરી કરતા 7 પાકિસ્તાની ઠાર: સુરક્ષાદળોને મળી મોટી સફળતા
ઘૂસણખોરોમાં પાક આર્મીના સૈનિકો અને આતંકી સંગઠન અલ-બદરના આતંકીઓ સામેલ

જમ્મુ-કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાનથી સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા સાત ઘુસણખોરોને ઘટનાસ્થળે જ ઠાર મારવામાં આવ્યા છે. ભારતીય સેનાએ ઘૂસણખોરોને જોતા જ ઠાર કર્યા હતા. આ ઘૂસણખોરોમાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમના આતંકીઓ પણ સામેલ હતા. તમામ સાત આતંકીઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા છે.
જો અહેવાલોનું માનીએ તો 7 આતંકવાદીઓ નાપાક ઈરાદા સાથે સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તમામ સાત ઘૂસણખોરોને LOC પર સુરક્ષા દળોએ ઘેરી લીધા હતા. આમાંના મોટાભાગના ઘૂસણખોરો પાકિસ્તાન બોર્ડર એક્શન ટીમનો ભાગ હતા. સુરક્ષા દળોએ સાતેય આતંકવાદીઓને સ્થળ પર જ ઠાર માર્યા હતા
આ ઘટના પૂંછના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં બની હતી. ઘૂસણખોરોમાં 2-3 પાકિસ્તાની સૈનિકો પણ હતા. 4-5 ફેબ્રુઆરીની રાત્રે બધાએ LoCથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોએ આ ઘૂસણખોરોને પકડી લીધા અને તરત જ અંધાધૂંધ ગોળીબાર કરીને તમામને મારી નાખ્યા.
આ સાત આતંકવાદીઓ સરહદ પર આર્મી ચેકપોસ્ટ પર હુમલો કરવા માંગતા હતા. પાકિસ્તાન બોર્ડર એક્શન ટીમે ભૂતકાળમાં પણ અનેક ગુપ્ત હુમલાઓ કર્યા છે. એક સમયે સેનાના જવાનો પણ તેના નિશાને હતા. રિપોર્ટ્સનું માનીએ તો સાત ઘૂસણખોરોમાં પાક આર્મીના સૈનિકો અને આતંકી સંગઠન અલ-બદરના આતંકીઓ સામેલ છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
