News of Friday, 7th February 2025
રાજકોટના હીરાસર ડોમેસ્ટિક એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવાનો માર્ગ મોકળો : નાણામંત્રાલય તરફથી કસ્ટમ વિભાગ ચાલુ કરવાની મળી સત્તાવાર લીલી ઝંડી : સવારે જ "અકીલા" એ સૌ પ્રથમ આ અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા

રાજકોટ : જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તે રાજકોટનું હીરાસર એરપોર્ટ હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ ટૂંક સમયમાં બની જશે. કેન્દ્રીય નાણામંત્રાલય તરફથી એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગ શરૂ કરવાની સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. હવે ઈમિગ્રેશન વિભાગની પણ મંજૂરી જલ્દી મળી જશે.
ઉલ્લેખનીય છે કે આજે સવારે જ "અકીલા" એ સૌ પ્રથમ આ અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા, કે ટૂંક સમયમાં હિરાસર એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ બની જશે. હવે સૌરાષ્ટ્ર માટે વિદેશ સાથેના વ્યવહારો,આયાત વિઞેરે સરળ બનશે અને સમય પણ બચશે. (વિજય વસાણી, અકીલા)
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
