<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

ભાજપનો ‘વનવાસ' પૂર્ણઃ દિલ્‍હીમાં ‘કમળ' ખિલ્‍યું: ‘આપ' ઘર ભેગુ

ટ્રેન્‍ડમાં ભાજપને બહુમતીઃ ૨૭ વર્ષ બાદ થઈ વાપસી કુલ ૭૦ બેઠકોમાંથી સવારે ૧૦ વાગ્‍યે ભાજપ પ૦ બેઠકો પર તો ‘આપ' ૧૯ બેઠક પર આગળઃ કોંગ્રેસ માત્ર ૧ બેઠક પર આગળઃ આમ આદમી પાર્ટીએ સત્તા ગુમાવી

નવી દિલ્‍હી, તા.૮: દિલ્‍હી વિધાનસભાની ૭૦ બેઠકો માટે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીની આજે સવારે શરૂ થયેલી મતગણતરીમાં આપ લખાય છે ત્‍યારે મળેલા ટ્રેન્‍ડ મૂજબ દેશના પાટનગર દિલ્‍હીમાં ભાજપનો રાજકીય ‘વનવાસ' પૂરો થયો છે અને ‘કમળ' ખિલ્‍યું છે. ભાજપે ટ્રેન્‍ડમાં બહુમતી મેળવી લેતા વધુ એક રાજયમાં ભગવો લહેરાયો છે. દેશના પાટનગર દિલ્‍હીમાં ભાજપને ૨૭ વર્ષ બાદ ‘સત્તાનું સિંહાસન' પ્રાપ્ત થઈ રહયું છે. ભાજપ પ૦, આમ આદમી પાર્ટી ૧૯ તો કોંગ્રેસ એક બેઠક પર આગળ છે. દિલ્‍હીમાં સત્તા જાળવી રાખવામાં ‘આપ' નિષ્‍ફળ ગયું છે અને તેનો ‘રાજકીય વનવાસ' શરૂ થયો છે. અર્થાત દિલ્‍હીના મતદારોમાં ‘આપ' ને ઘર ભેગું કરી દીધું છે.

દલ્‍હી વિધાનસભાની ૭૦ બેઠકો માટે પ ફેબ્રુઆરીએ  મતદાન થયું હતું.  જે દરમ્‍યાન ૬૦ ટકા મતો પડયા હતા અને એકગ્રટ પોલમાં પણ ભાજપને સત્તા મળશે તેવો તારણો બહાર આવ્‍યા હતાં. જે હવે સામા પડી રહયા હોવાનું સ્‍પષ્‍ટ દેખાય રહયું છે.

સમગ્ર દેશની જનતાનું ધ્‍યાન દિલ્‍હીની ચૂંટણી તરફ કેન્‍દ્રીત હતું. ભાજપ ગમેતેમ કરીને દિલ્‍હીમાં ભગવો લહેરાવવા માંગતું હતું અને તેનું સપનું હવે પુરૂ થયું છે અને ભાજપ અહિં વટભેર સત્તાના સિંહાસન ઉપર બિરાજમાન થશે.

કેજરીવાલ અને મનીષઃ બીજા રાઉન્‍ડના વલણોમાં, અરવિંદ કેજરીવાલ નવી દિલ્‍હી બેઠક પરથી આગળ છે જ્‍યારે મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી આગળ છે. સિસોદિયા ૧૮૦૦ મતોથી આગળ છે. કાલકાજી સીટ પર આતિશી ૧૧૪૯ મતોથી પાછળ છે. કોંડલી વિધાનસભા બેઠક પર AAPના કુલદીપ કુમાર મોનુ આગળ છે. વિકાસપુરીમાં ભાજપ ૧૮ મતોથી આગળ છે. ત્રિલોકપુરી વિધાનસભા બેઠક પર AAPના અંજના પાર્ચા ૫૯૩૩ મતોથી આગળ છે. બિજવાસનમાં ભાજપની લીડ ચાલુ છે. પાલમમાં પણ ભાજપ આગળ છે, પરંતુ માર્જિન ખૂબ ઓછું છે.

લક્ષ્મી નગર વિધાનસભા બેઠક પર ભાજપના અભય વર્મા ૧૧૯૦ મતોથી આગળ છે. માલવિયા નગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર આગળ છે. પટપડગંજ વિધાનસભા બેઠક પર ભાજપના રવિન્‍દ્ર સિંહ નેગી આગળ ચાલી રહ્યા છે.

બિજવાસનમાં ભાજપ ૨૦૦૦ મતોથી આગળ છે. ગાંધી નગર વિધાનસભા બેઠક પર AAPના નવીન ચૌધરી લીડ જાળવી રહ્યા છે. નજફગઢમાં ભાજપ ૪૦૦૦ મતોથી આગળ છે.

ઉત્તમ નગરમાં ભાજપ ૨૦૦૦ મતોથી આગળ છે. ત્રિલોકપુરી વિધાનસભા બેઠક પર આપના અંજના પાર્ચા આગળ ચાલી રહ્યા છે. કોંડલી વિધાનસભા બેઠક પર ભાજપના પ્રિયંકા ગૌતમ આગળ ચાલી રહ્યા છે.

કેન્‍દ્રીય મંત્રી હર્ષ મલ્‍હોત્રાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલનું કુશાસન અને તેમનો અને તેમની પાર્ટીનો ભ્રષ્ટાચાર જનતા સમક્ષ આવ્‍યો, જેના કારણે જનતાએ સરકાર બદલવાનો નિર્ણય લીધો. ભાજપની વિશ્વસનીયતા, અન્‍ય રાજ્‍યોમાં થયેલા વિકાસ કાર્યો, છેલ્લા ૧૦ વર્ષમાં કેન્‍દ્ર સરકારના કામને કારણે દિલ્‍હી ભાજપને તક આપી રહ્યું છે... ભાજપ પૂર્ણ બ

હુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે.

આપ ૨૦૧૩ થી દિલ્‍હી પર શાસન કરી રહી છે. પરંતુ પાર્ટી તાજેતરમાં ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલી છે. જોકે, આમ આદમી પાર્ટીએ ભ્રષ્ટાચારના આરોપોને નકારી કાઢયા છે. ભાજપ માટે, દિલ્‍હી સુરક્ષિત કરવું એ ફક્‍ત ચૂંટણી સફળતા કરતાં વધુ છે. આ રાષ્‍ટ્રની રાજધાનીમાં એક મહત્‍વપૂર્ણ સ્‍થાન બનાવશે. મહારાષ્‍ટ્ર અને છત્તીસગઢ જેવા અન્‍ય રાજ્‍યોમાં તાજેતરમાં ચૂંટણી જીતનાર આ પાર્ટીએ દિલ્‍હીના પ્રચારમાં સંસાધનો લગાવ્‍યા છે, જેમાં મોદી અને ગળહમંત્રી અમિત શાહ ચૂંટણી કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે.

ભાજપનો મોટાભાગનો પ્રચાર AAPના વડા અરવિંદ કેજરીવાલ પર કેન્‍દ્રિત હતો, જેઓ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર હતા અને ગયા વર્ષે દારૂ વેચાણ નીતિ રદ કરવામાં આવી હોવાથી ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવ્‍યા હતા.

કેજરીવાલ, જે તમામ આરોપોને નકારે છે, તેમને સપ્‍ટેમ્‍બરમાં જામીન પર મુક્‍ત કરવામાં આવ્‍યા હતા. તેમણે મોદીની પાર્ટી પર તેમની અને AAP વિરુદ્ધ રાજકીય બદલો લેવાનો આરોપ લગાવ્‍યો છે, જે આરોપ ભાજપે નકારી કાઢયો છે.

સુપ્રીમ કોર્ટની જામીન શરતો તેમને મુખ્‍યમંત્રી કાર્યાલયમાં પ્રવેશવા કે ફાઇલો પર સહી કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો  જેલમાંથી છૂટયાના થોડા દિવસો પછી કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

(1:59 PM IST)