<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

દિલ્હીમાં ભાજપ જીતની કરશે ઉજવણી:પીએમ મોદી સાંજે 6 વાગ્યે કાર્યકરોને સંબોધિત કરશે.

પીએમ મોદી ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય કાર્યાલયમાં નહીં પરંતુ દિલ્હી ભાજપ કાર્યાલયમાં કાર્યકરોને સંબોધવા જશે

નવી દિલ્હી : કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા પછી દિલ્હીમાં યોજાયેલી બે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કોઈ તક મળી નહોતી. પરંતુ આ વખતે ભાજપ તરફથી પીએમ મોદીએ કરેલો પ્રચાર ભાજપ માટે તક લાવ્યો છે. દિલ્હી વિધાનસભામાં 27 વર્ષ બાદ ભાજપની વાપસી થઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી પણ ભાજપની આ મોટી જીતની ઉજવણી કરશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પીએમ મોદી આજે સાંજે 6 વાગ્યે કાર્યકરોને સંબોધિત કરશે.

   સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય કાર્યાલયમાં નહીં પરંતુ દિલ્હી ભાજપ કાર્યાલયમાં કાર્યકરોને સંબોધવા જશે. આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે ભાજપનું પ્રદેશ કાર્યાલય પંડિત પંત માર્ગ પર આવેલું છે. 

(1:36 PM IST)