<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

કેજરીવાલને 5 વર્ષથી ભાજપે કામ કરવા નથી દીધુ- સંજય રાઉત

હવે બિહારમાં ચૂંટણી છે તો ત્યાં પણ તે આમ જ કરશે. આ મહારાષ્ટ્ર પેટર્ન છે કે નેતૃત્ત્વને ખતમ કરો...આ મહારાષ્ટ્ર,હરિયાણામાં પણ થયું

શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે કહ્યું, "દિલ્હીમાં 5 વર્ષ કેજરીવાલ સરકારને તેમને (ભાજપ) કામ કરવા દીધુ નથી, ગુજરાતથી લાવવામાં આવેલા ઉપરાજ્યપાલના હાથમાં તમામ તાકાત સોપી દીધી...આમ આદમી પાર્ટીના નેતાઓએ તેમને જેલમાં નાખી દીધા...આ ફોર્મૂલા તેમને મહારાષ્ટ્ર, દિલ્હીમાં અપનાવ્યો, હવે બિહારમાં ચૂંટણી છે તો ત્યાં પણ તે આમ જ કરશે. આ મહારાષ્ટ્ર પેટર્ન છે કે નેતૃત્ત્વને ખતમ કરો...આ મહારાષ્ટ્ર,હરિયાણામાં પણ થયું છે."

(1:45 PM IST)