<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

કેજરીવાલ વિધાનસભ્‍ય પણ નહીં રહે, ફરી જશે જેલમાં : ભાજપના સાંસદ

મોદીજીની ડબલ એન્‍જિનવાળી સરકાર હવે દેખાડશે કે રાજધાની કેવી હોવી જોઈએ

નવી દિલ્‍હી, તા.૮:  હરિયાણા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને હવે દિલ્‍હીમાં ચૂંટણી જીતી ભાજપે ડંકો વગાડી દીધો છે. સતત બે ટર્મથી આમ આદમી પક્ષ સામે કારમી હારનો સામનો કરી રહેલી ભાજપ ૨૭ વર્ષ બાદ કોંગ્રેસ અને આપના હાથમાંથી દિલ્‍હી ઝૂંટવવામાં સફળ રહી છે ત્‍યારે ભાજપના નેતાઓએ હવે આપના નેતા અરવિંદ કેજરીવાલને નિશાના પર લેવાનું શરૂ કરી દીધું છે. આપ માત્ર હારનો સામનો નથી કરી રહયો, પરંતુ તેમના મુખ્‍ય પ્રધાનના ત્રણ સંભવિત ચહેરાઓની હારની નાલેશી પણ વહોરી રહયો છે.

ભાજપના સાંસદ યોગેન્‍દ્ર ચાંદલીયાએ જણાવ્‍યું છે કે કેજરીવાલ હવે ફરી તિહાડ જેલમાં જશે. તેઓ સીએમ તો શું વિધાનસભ્‍ય પણ રહેશે નહીં. કેજરીવાલા બધા જ મોડેલ ધરાશાયી થઈ ગયા છે અને તેઓ મુખ્‍ય પ્રધાન બનવાના સપના જોતા હતા, પરંતુ વિધાનસભ્‍ય પણ બની શકશે નહીં. તેમણે મોદીજીની વાત સાંભળવા અને તેમના પક્ષને વિજયી બનાવવા જનતાનો આભાર માન્‍યો હતો.

તો બીજી બાજુ અભિનેતા રવિકિશને જણાવ્‍યું હતું કે મોદીજીની ડબલ એન્‍જિનવાળી સરકાર હવે દેખાડશે કે રાજધાની કેવી હોવી જોઈએ. તેમણે કહ્‍યું કે હાલના ટ્રેન્‍ડમાં ભાજપ ૪૨ પર જીતી રહી છે, પરંતુ સંપૂર્ણ આંકડા આવશે ત્‍યારે ભાજપ ૫૦ બેઠક જીતી રહયું હશે. વિરેન્‍દ્ર સચદેવાએ આને કુશાશનની હાર સુશાસનની જીત જણાવી હતી.

(3:40 PM IST)