<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

સાંજે પીએમ મોદી કરશે સંબોધન, કાર્યકર્તાઓ જશ્‍નમાં ડૂબ્‍યા

દિલ્‍હી ચૂંટણીમાં જીત બાદ

નવી દિલ્‍હી, તા.૮: દિલ્‍હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ભાજપને બહુમતી મળી છે. ૨૭ વર્ષ બાદ દિલ્‍હીમાં ભાજપની વાપસીને લઈ વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી આજે સાંજે ૭.૩૦ વાગ્‍યે ભાજપ મુખ્‍યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે. ભાજપ કાર્યાલયમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સમર્થકો જશ્‍ન મનાવી રહ્યા છે. દિલ્‍હીમાં ભાજપના હાથમાંથી સત્તા ગઈ તેને ૨૭ વર્ષ વહી ગયા છે. ૨૦૧૪થી વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીના નેતળત્‍વમાં, કેન્‍દ્રમાં ભાજપની સરકાર છે. પરંતુ ૧૯૯૩માં દિલ્‍હીમાં પહેલી વાર સત્તામાં આવ્‍યા બાદ ૧૯૯૮માં હાર થયા બાદ પરત ફરવાની આશા તૂટી ગઈ હતી. આ વખતે ભાજપને સંપૂર્ણ બહુમતી મળી છે.

(3:46 PM IST)