<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

અયોધ્યાની હાર'નો બદલો: મિલ્કીપુર બેઠક પર ભાજપનો વિજય :સપા ઉમેદવારનો 61 હજારના માર્જીનથી પરાજય

ભાજપના ચંદ્રભાણ પાસવાન પહેલા રાઉન્ડથી જ આગળ હતા અને અંતિમ તબક્કા સુધી આગળ રહ્યા

અયોધ્યા જિલ્લાની મિલ્કીપુર વિધાનસભા પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે આવ્યા છે. ભારતીય જનતાપાર્ટીના ઉમેદવાર ચંદ્રભાણ પાસવાને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અજીત પ્રસાદને 61 હજારથી વધુ મતોથી હરાવ્યા છે. ચંદ્રભાણ પાસવાન પહેલા રાઉન્ડથી જ આગળ હતા અને અંતિમ તબક્કા સુધી આગળ રહ્યા હતા.

આ સાથે જ ભાજપે મિલ્કીપુરમાં અયોધ્યાનો બદલો લીધો છે. આઠ મહિના અગાઉ ફૈજાબાદની અયોધ્યા બેઠક પર લોકસભા ચૂંટણીમાં પરાજય થયા બાદ આજે ભાજપે આ પરાજયનો બદલો લીધો છે.
31માં રાઉન્ડના અંતે ચંદ્રભાણને 1,46,397 મત મળ્યા હતા. જ્યારે તેમના નજીકના હરિફ અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અજીત પ્રસાદને 84,687 મત મળ્યા છે. ચૂંટણી પંચની વેબસાઈટ પ્રમાણે અંતિમ 31માં તબક્કાના અંતે ચંદ્રભાણએ 61,710 મતથી જીત મેળવી છે.

મિલ્કીપુરની જીત બાદ ભાજપમાં ખુશીનો માહોલ છે. જીતનું પ્રમાણપત્ર લેવા પહોંચેલ ચંદ્રભાણ પાસવાન સાથે મત ગણતરી સ્થળ પર ફૈજાબાદના ભૂતપૂર્વ સાંસદ લલ્લુ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. હકીકતમાં ફૈજાબાદ લોકસભાની હાર રાજકીય ભાજપ માટે મોટો ઝાટકો હતો. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે આ હારને લઈ ભાજપને ઘેરવામાં કોઈ કસર બાકી રાખી ન હતી.સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ લોકસભામાં સાંસદ અવધેશ પ્રસાદને પોતાની નજીક બેસાડતા હતા. તેઓ અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણ બાદ પણ લોકોએ ભાજપને હરાવી દીધુ હતું.

ભાજપે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં જે નવ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી તે પૈકી છ બેઠક પર જીત મેળવી હતી.SPએ ફૈજાબાદ બેઠક પરથી જીત મેળવનાર સાંસદ અવધેશ પ્રસાદના દિકરા અજીત પ્રસાદના ઉતારવાની જાહેરાત કરી હતી. મિલ્કીપુરમાં ભાજપની અત્યાર સુધીની સૌથી મોટી જીત તરીકે જોવામાં આવે છે. આ ઉપરાંત અયોધ્યાની ફૈજાબાદ લોકસભા બેઠક પર ગયા વર્ષે જે હાર મળી તેના બદલા તરીકે જોવા મળે છે.

(7:23 PM IST)