News of Sunday, 9th February 2025
દિલ્હી પછી હવે પંજાબમાં મોટો રાજકીય ખેલ પડે તેવી સંભાવના: આપના અઢી ડઝન ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં?

દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી હારી ગયા પછી પંજાબમાં પણ પાર્ટી તૂટી રહ્યાના અહેવાલો પ્રસિદ્ધ થયા છે.
પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રતાપ સિંહ બાજવાએ દાવો કર્યો છે કે મુખ્યમંત્રી ભગવંત માન ટૂંક સમયમાં મહારાષ્ટ્રના એકનાથ શિંદેના માર્ગ પર ચાલી શકે છે.
બાજવા કહે છે કે, આપ પાર્ટીના ૩૦ થી વધુ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે અને ગમે ત્યારે કેજરીવાલના પક્ષને છોડી શકે છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૪૮ બેઠક સાથે ઐતિહાસિક જીત હાંસલ કરી હોવાથી હવે આમ આદમી પાર્ટીના ભવિષ્ય પર સવાલો ઉઠવા લાગ્યા છે.
બાજવાએ દાવો કર્યો કે આપ પાર્ટી પંજાબમાં પહેલાથી જ બે જૂથોમાં વહેંચાયેલ છે, એક જે ભગવંત માનની સાથે છે અને બીજો દિલ્હીના નેતૃત્ત્વ સાથે. માન દિલ્હીમાં સતત ગૃહ મંત્રાલયના સંપર્કમાં હોવાનું પણ જણાવ્યું છે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
