<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

દક્ષિણ આફ્રિકામાં વસતા ગુજરાતી યુવકોની કારની કાર મીનીકસ સાથે જોરદાર ટક્કરઃ કારમાં સવાર ત્રણયે યુવાનોને કાળ ભટ્યો

અકસ્‍માત બાદ કારમાં આગ લાગી હતીઃ જેમા ત્રણેય યુવાનો દાઝી ગયા હતાઃ મૃતકો ભરૂચ જિલ્લાના ત્રાલસા કોઠી ગામના રહેવાસી હોવા જાણવા મળ્યુ છે

નવી દિલ્‍હીઃ  દક્ષિણ આફ્રિકામાં વસતા ગુજરાતી યુવકોનો ગોઝારો અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ગુજરાતના ભરૂચ જિલ્લાના ત્રણ યુવાનો કામ પર જઈ રહ્યા હોય ત્યારે દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક તેમની કારની મિનિબસ સાથે અથડામણ થઈ હતી. અકસ્માતની ઘટનામાં કારમાં આગ લાગી હતી અને ત્રણે યુવાનો દાઝી જવાથી મૃત્યુ પામ્યા.
પ્રાપ્ત વિગતો અનુસાર અકસ્માતમાં ભરૂચ જિલ્લાના ત્રાલસા કોઠી ગામના ત્રણ યુવાનોના મૃત્યુ થયા છે. દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક અકસ્માત સર્જાયો હતો. ભરૂચના ત્રાલસા કોઠી ગામના યુવાનો શહેજાદ ભાગ્યશાલી, સુફિયાન ભાગ્યશાલી અને મુસ્તકીમ દેસાઈ રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા. તેઓ કામ પર જઈ રહે હોય તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.

(11:36 AM IST)