તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Sunday, 9th February 2025
પદયાત્રામાં ઘોંઘાટને કારણે સંત પ્રેમાનંદજી મહારાજે આશ્રમ જવાનો રસ્તો બદલ્યોઃ પદયાત્રાનો વિરોધ થતા ત્યાંથી પસાર થવાનું કર્યું બંધ
પ્રેમાનંદ મહારાજે જેમણે પદયાત્રાનો વિરોધ કર્યો હતો ત્યાંથી પસાર થવાનું બંધ કરી દીધું છે: તેમનો કાફલો NRI ગ્રીન સામેથી પસાર થવાને બદલે રમણરેતી પોલીસ ચોકીથીઆશ્રમ પહોંચે છે.

નવી દિલ્હીઃ સંત પ્રેમાનંદની પદયાત્રામાં થતા ઘોંઘાટને કારણે વિરોધ થયો હતો. જેના કારણે તેમણે પદયાત્રા સ્થગિત કરી દીધી હતી. પદયાત્રા બંધ રાખવાને કારણે વૃંદાવનમાં પણ ભક્તોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલું જ નહિ જ્યાં વિરોધ થયો હતો ત્યાંથી સંતે પસાર થવાનું પણ બંધ કરી દીધું છે. સંતે NRI ગ્રીન કોલોની સામેથી પસાર થઈને આશ્રમ પહોંચવાનો રસ્તો બદલી નાખ્યો છે.
NRI ગ્રીન કોલોની સહિત અન્ય વસાહતોના રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે રાત્રે 2 વાગ્યે શરૂ થતી સંત પ્રેમાનંદની પદયાત્રા દરમિયાન મોટા અવાજો કરવામાં આવે છે અને ફટાકડા ફોડવામાં આવે છે, જેના કારણે વૃદ્ધો અને બીમાર લોકોને મુશ્કેલી પડે છે અને ઉંઘ પણ બગડે છે. જેના કારણે બે દિવસ પહેલા સંત પ્રેમાનંદે છટીકારા રોડ પર શ્રીકૃષ્ણ શરણમ ખાતેના તેમના નિવાસસ્થાનથી રાત્રિના 2 વાગ્યે શરૂ થનારી પદયાત્રા સ્થગિત કરી હતી.
હવે પ્રેમાનંદ મહારાજે NRI ગ્રીન કોલોની સામેથી પસાર થવાનું પણ બંધ કરી દીધું છે. તેમનો કાફલો NRI ગ્રીન સામેથી પસાર થવાને બદલે પ્રેમ મંદિર અને રમણરેતી પોલીસ ચોકી વળાંક સામેથી શ્રી રાધા કેલી કુંજ પહોંચી રહ્યો છે. આશ્રમની નજીક પહોંચતા જ ભક્તોની ભીડ જોઈને સંત પ્રેમાનંદ કારમાંથી નીચે ઉતરે છે અને થોડા પગલાં સુધી ભક્તોને દર્શન આપતા આશ્રમમાં પહોંચે છે.
પ્રેમાનંદની યાત્રા સ્થગિત થતાં સંતના અનુયાયીઓમાં નિરાશા જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસમાં વૃંદાવનમાં ભક્તોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. રાત્રે તેમની પદયાત્રા દરમિયાન દર્શન માટે 10 થી 12 હજાર ભક્તો આવતા હતા, સવારે તેઓ મંદિરોમાં દર્શન માટે જતા હતા, પરંતુ હવે ભક્તો પદયાત્રા માટે નથી આવતા, તેથી વૃંદાવનના મંદિરોમાં પણ તેની અસર દેખાય છે.
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
