<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

દારૂ પીવાની લતથી આ રીતે છુટકારો મેળવો

પરિવારજનો અને મિત્રોની મદદ લ્‍યો, દારૂ છોડવા સહેલો નથી, જેથી સેલ્‍ફલવ પર ફોકસ કરો, સમય જતા તમે દારૂ પીવાની આદત છોડી શકશો

નવી દિલ્‍હીઃ જે લોકોને એક વખત દારૂનું વ્યસન થઈ જાય પછી તે સરળતાથી છૂટતું નથી. ઘણા લોકો એવા છે જે દારૂનું વ્યસન છોડવા માંગે છે પરંતુ દારૂ જોતાં જ ખુદને કાબુમાં રાખી શકતા નથી. જો તમે દારૂનું વ્યસન છોડવા માંગો છો તો આ આર્ટિકલ તમારા માટે છે. અહીંયા જણાવેલ ટિપ્સની મદદથી તમે દારૂનું વ્યસન છોડી શકો છો.

લોકો જાણે જ છે કે દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમે ક્યારેક ક્યારેક દારૂ પી શકો છો પરંતુ દરરોજ દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબીત થાય છે. દારૂના નુકસાન જાણ્યા બાદ પણ વિશ્વભરમાં દારૂના શોખીનોની કોઈ કમી નથી. ચાલો જાણીએ કે દારૂના વ્યસનથી કેવી રીતે છુટકારો મેળવી શકાય છે.

    કેટલાક લોકો દારૂ છોડવા માંગે છે પણ તેમના મનમાં વિચાર આવે છે કે હું આજે દારૂ પી લઉં અને કાલથી બંધ કરી દઈશ. પણ આપણે જાણીએ છીએ કે તે કાલ ક્યારેય આવતી નથી. તેથી કોઈપણ પ્રકારની યોજના બનાવતા પહેલા તમારી જાતને સંપૂર્ણપણે તૈયાર કરો. તો જ તમે આ આદતથી છૂટકારો મેળવી શકશો.

    આ ખરાબ આદતથી છુટકારો મેળવવા માટે પહેલા તેનું કારણ શોધવું ખૂબ જરૂરી છે. તમે દારૂ કેમ છોડવા માંગો છો તેનું કારણ શોધો. દારૂ છોડવાનું કારણ આર્થિક, સંબંધ, પરિવાર, પ્રેમ અને સ્વાસ્થ્ય જેવું કોઈ પણ હોઈ શકે છે.

    દારૂ છોડવાનું કારણ શોધ્યા બાદ તારીખ નક્કી કરો. બાદમાં તે તારીખ પહેલા તમારા ઘર, ઓફિસ, કાર, જ્યાં પણ તમે દારૂ રાખો છો ત્યાંથી દારૂની બોટલો દૂર કરો.  તમે જેમની સાથે દારૂ પીતા હો તેમને કહો કે તમે દારૂ છોડી રહ્યા છો.

    જ્યારે તમે દારૂ પીવાનું છોડવાનું નક્કી કરો છો ત્યારે શરૂઆતમાં તમને વારંવાર દારૂ પીવાના વિચારો આવી શકે છે. તમારા મનમાં એવું આવી શકે છે કે હું આજે પી લઉં. આવી સ્થિતિમાં તમારે આ વિચારોથી બચવા માટે પોતાને વ્યસ્ત રાખવી. તમારી જાતને વ્યસ્ત રાખવા માટે તમે સંગીત સાંભળી શકો છો, પરિવાર સાથે વાતચીત કરી શકો છો અથવા તમારી પસંદગીની રમતો રમી શકો છો. આમ સમય જતાં દારૂનું વ્યસન દૂર થઈ જશે.

દારૂના વ્યસનથી છૂટકારો મેળવવા માટે તમે પરિવાર અને મિત્રોની મદદ લો. તમારા આ નિર્ણય વિશે તેમને જણાવો જેથી તેઓ તમને મદદ કરી શકે. દારૂ છોડવો સહેલો નથી તેથી સેલ્ફ લવ પર ફોકસ કરો. જેથી સમય જતાં તમે દારૂ પીવાની આદત છોડી શકશો.

(1:17 PM IST)