News of Sunday, 9th February 2025
છતીસગઢમાં પોલીસ અને નકસલીઓ વચ્ચે અથડામણઃ ૧ર નકસલીઓ ઠાર
આ અથડામણમાં ચાર સુરક્ષા કર્મચારીઓ પણ ગંભીર રીતે ઘાયલઃ સુરક્ષા દળોએ એન્કાઉન્ટર સ્થળે શોધખોળ દરમિયાન હથિયારો જપ્ત કર્યા છે.

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં 12 નક્સલીઓ ઠાર મરાયા છે. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર નેશનલ પાર્ક વિસ્તારના જંગલોમાં થયું.
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં 12 નક્સલીઓ માર્યા ગયા છે. ચાર સુરક્ષા કર્મચારીઓ પણ આ એન્કાઉન્ટરમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર નેશનલ પાર્ક વિસ્તારના જંગલોમાં થયું. બસ્તર પોલીસે જણાવ્યું કે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટર સ્થળે શોધખોળ દરમિયાન હથિયારો જપ્ત કર્યા છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
