News of Sunday, 9th February 2025
૧૩ જાન્યુઆરીએ શરૂ થયેલા ભવ્યાતીભવ્ય મહાકુંભ મેળામાં આજ સુધીમાં ૪૧ કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું: ૨૬ ફેબ્રુઆરીએ સમાપન

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભવ્ય મહાકુંભ મેળો મહાશિવરાત્રીના અવસરે ૨૫ ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. મહાકુંભ ૨૦૨૫માં અત્યાર સુધીમાં ત્રિવેણી સંગમ ખાતે લગભગ ૪૧ કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું છે. દેશ અને વિશ્વના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુ આજે પણ કુંભ સ્નાન કરવા ઉમટી રહ્યા છે.
શનિવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા સાથે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું.
સીએમ યાદવ અને રાજસ્થાનના સીએમ શર્માએ સાથે પવિત્ર સ્નાન કર્યા બાદ ત્રિવેણી સંગમ ખાતે એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.ત્રિવેણી સંગમ એ પ્રયાગરાજમાં ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતી નદીઓનો સંગમ છે.
મહાકુંભ 2025, જે પોષ પૂર્ણિમા (13 જાન્યુઆરી, 2025) ના રોજ શરૂ થયો હતો, એ વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધાર્મિક મેળો છે, જે વિશ્વભર માંથી કરોડો શ્રદ્ધાળુઓને આકર્ષિત કરે છે.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
