<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

રાહુલ ગાંધી સંસદ સત્ર પુરૂ થયા બાદ બંગાળની મુલાકાત લેશેઃ કાયૃકરોએ સાથે સમય વિતાવશે અને તેમને આશ્‍વાસન આપશે કે લડાઇ હજુ ચાલુ છે

દિલ્‍હીમાં ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે વ્‍યૂહ બદવ્‍યો

નવી દિલ્‍હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાની રાજકીય સફર પર નીકળી પડ્યાં છે. દિલ્હી ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની નજર હવે પશ્ચિમ બંગાળ પર છે. પાર્ટી ત્યાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે મુકાબલો કરવા માટે તૈયાર છે. રાહુલ ગાંધીએ 2004માં સક્રિય રાજકારણમાં પગ મૂક્યો હતો અને તેઓએ યુવા બાબતોના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા હતાં. ત્યારે તેઓએ 'એકલા ચાલો રે...' સિદ્ધાંત પર વિશ્વાસ કર્યો હતો, એટલે પાર્ટીને એકલાં જ ઊભા રહેવું પડશે. આ સિદ્ધાંત સોનિયા ગાંધીના નેતૃત્વમાં બનેલાં UPA ગઠબંધનથી એકદમ અલગ હતો. જોકે, આ કોંગ્રેસ માટે ગઠબંધન રાજકારણનો એક પ્રયોગ હતો. રાહુલ ગાંધીએ હંમેશા એવું માન્યું હતું કે, પાર્ટી ત્યારે જ આગળ વધી શકે છે, જ્યારે તે એકલી ચૂંટણી લડે.

રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીના નેતાઓને હંમેશા એવું કહ્યું હતું કે, એકલાં ઊભા રહેવાથી લાંબા સમયે ફાયદો થશે. ભલે જ ચૂંટણી હારી જઈએ. પરંતુ, અનેક ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવાની ઈચ્છાથી તેઓએ ગઠબંધનની રાજનીતિનો સ્વીકાર કરવો પડ્યો. 

નોંધનીય છે કે, 2024માં લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધીને એવી અનુભૂતિ થઈ કે, એકબાજુ INDIA ગઠબંધનની અન્ય પાર્ટી મજબૂત થઈ રહી છે, બીજીબાજુ કોંગ્રેસ નબળી પડી રહી છે. સીધા મુકાબલામાં ભાજપ સામે કોંગ્રેસનું જીતવું શક્ય નથી લાગી રહ્યું. હરિયાણા અને મહારાષ્ટ્રમાં હાર બાદ રાહુલ ગાંધીએ વિચાર કર્યો કે, હવે કોંગ્રેસને એકલા જ ચૂંટણી મેદાનમાં ઉતરવું પડશે અને અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપવી પડશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAP ની હાર બાદ અને સમાજવાદી પાર્ટી તથા આમ આદમી પાર્ટીએ નેશનલ કોન્ફરન્સ દ્વારા કોંગ્રેસ પર આરોપ લગાવ્યા બાદ કોંગ્રેસે પણ પોતાની વ્યૂહનીતિમાં બદલાવ કર્યો છે. હવે પશ્ચિમ બંગાળમાં TMC ને ચુનોતી આપવાની યોજના બનાવવામાં આવી રહી છે. અહીં મમતા બેનર્જીની પાર્ટીએ કોંગ્રેસને વારંવાર ઇગ્નોર કરવામાં આવી છે. 

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાહુલ ગાંધી સંસદ સત્ર સમાપ્ત થયા બાદ બંગાળની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છે. બંગાળમાં રાહુલ ગાંધી પાર્ટીના કાર્યકરો સાથે સમય વિાવશે અને તેમને આશ્વાસન આપશે કે, લડાઈ હજુ શરૂ છે.

(3:20 PM IST)