News of Sunday, 9th February 2025
લગ્નની સિઝન ટાણે જ સોનાના ભાવ આસમાને, ગોલ્ડ રેટમાં 2180 રૂપિયાનો ધરખમ વધારો
સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં દેશમાં 24 કેરેટ ગોલ્ડની કિંમત 2180 રૂપિયા વધી છે અને 22 કેરેટ ગોલ્ડની કિમતમાં 2000 રૂપિયાનો વધારો થયો છે.

નવી દિલ્હીઃ સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. લગ્નની સિઝનમાં જ સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. સોનાની કિંમત 86000 રૂપિયાને પાર કરી ગઈ છે. છેલ્લા એક અઠવાડિયામાં દેશમાં 24 કેરેટ સોનાના ભાવમાં 2180 રૂપિયાનો વધારો થયો છે. 22 કેરેટ સોનાના ભાવમાં પણ 2000 રૂપિયાનો વધારો થયો છે. વર્તમાન ભાવની વાત કરીએ તો, રવિવાર, 9 ફેબ્રુઆરીના રોજ રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 86820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચાલો જાણીએ કે દેશના 10 મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ કેટલી ઊંચાઈએ પહોંચ્યો છે.
દિલ્હીમાં સોનાનો ભાવ
- 24 કેરેટ સોનાનો ભાવ 86820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે
- 22 કેરેટની કિંમત પ્રતિ 10 ગ્રામ 79600 રૂપિયા છે
ચેન્નાઈમાં સોનાનો ભાવ
- 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79450 રૂપિયા છે
- જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 86670 રૂપિયા છે
કોલકાતા અને મુંબઈમાં કિંમત
- હાલમાં, મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79450 રૂપિયા છે,
- જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 86670 રૂપિયા છે.
જયપુર અને ચંદીગઢમાં ભાવ
- આ બંને શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 86820 રૂપિયા છે.
- 22 કેરેટની કિંમત પ્રતિ 10 ગ્રામ 79600 રૂપિયા છે.
લખનૌમાં કિંમત
- 24 કેરેટ સોનાનો ભાવ 86820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- 22 કેરેટની કિંમત પ્રતિ 10 ગ્રામ 79600 રૂપિયા છે.
હૈદરાબાદમાં ભાવ
- 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79450 રૂપિયા છે,
- જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 86670 રૂપિયા છે.
ભોપાલ અને અમદાવાદમાં કિંમત
- અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનાનો છૂટક ભાવ 10 ગ્રામ દીઠ 79500 રૂપિયા છે.
- 24 કેરેટ સોનાની કિંમત 86720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે
ચાંદીનો ભાવ
પાછલા આખા અઠવાડિયા દરમિયાન ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ નોંધાયો હતો. ચાંદીનો ભાવ એક અઠવાડિયા પહેલાના સ્તર પર એટલે કે 9 ફેબ્રુઆરીએ 99,500 રૂપિયા પ્રતિ કિલો રહ્યો. શુક્રવાર, 7 ફેબ્રુઆરીના રોજ, દિલ્હી બુલિયન બજારમાં ચાંદીના ભાવ સતત બીજા સત્રમાં 96,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર સ્થિર રહ્યા. 8 ફેબ્રુઆરીએ ઇન્દોર બુલિયન બજારમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 300 રૂપિયાનો ઘટાડો થયો હતો. આ પછી ચાંદીનો સરેરાશ ભાવ 95200 રૂપિયા પ્રતિ કિલો આસપાસ રહેવા પામ્યો છે.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
