News of Sunday, 9th February 2025
મહાકુંભ માટે જઈ રહેલ યાત્રાળુઓની વાનને ભયાનક અકસ્માત: એક જ પરિવારના ૩ના મૃત્યુ: ૧૦ હોસ્પિટલમાં

મધ્ય પ્રદેશથી મહાકુંભ માટે લોકોને પ્રયાગરાજ લઇ જઇ રહેલી પીક અપ વાન અને એસયુવી કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા માતા, પુત્ર અને નાના સહિત ૩ ના સ્થળ ઉપર જ મોત નીપજ્યા છે. ૧૦ ને ઈજા થઈ છે. ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
પોલીસે ક્રેનની મદદથી પિકઅપને ખસેડીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. આ પિક અપ વાન મધ્ય પ્રદેશના જબલપુરથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં યાત્રાળુઓને લઇ જઇ રહી હતી. તો બીજી તરફ એસયુવીમાં સવાર લોકો પ્રયાગરાજથી ચિત્રકૂટ થઇ દમોહ જઇ રહ્યા હતા.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
