<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

CBSE બોર્ડ એક્ઝામમાં ગ્રેસ નહીં ગ્રેડ મેળવો, સારા માર્ક્સ મેળવવા વ્યૂહરચના અપનાવો

CBSE બોર્ડ પરીક્ષાઓ 2025 માટે અંદાજિત 44 લાખ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે.આ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી 2025થી શરૂ થવાની છે.વિદ્યાર્થીઓમાં ઉત્સાહ સાથે થોડી ચિંતાઓ પણ જોવા મળે છે.જો યોગ્ય રીતે તૈયારી કરવામાં આવે તો ઉત્તમ પરિણામ મેળવવું મુશ્કેલ નથી.

નવી દિલ્‍હીઃ CBSE બોર્ડ પરીક્ષાઓ 2025 માટે અંદાજિત 44 લાખ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે.આ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી 2025થી શરૂ થવાની છે.વિદ્યાર્થીઓમાં ઉત્સાહ સાથે થોડી ચિંતાઓ પણ જોવા મળે છે. જો યોગ્ય રીતે તૈયારી કરવામાં આવે તો ઉત્તમ પરિણામ મેળવવું મુશ્કેલ નથી.

CBSE પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન અનુસાર શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે ચોક્કસ વ્યૂહરચનાઓ અપનાવવી જરૂરી છે.અહીં આપણે જાણીશુ કે કેવી રીતે 90% કે તેથી વધુ ગુણ મેળવવાની તક વધારી શકાય,સાથે જ કેટલીક પ્રયોગશીલ વ્યૂહરચનાઓ વિશે વિગતવાર માહીતિ મેળવીશું.

 

ઉચ્ચ ગુણ મેળવવા માટે માત્ર મહેનત જ પૂરતી નથી પણ વ્યૂહાત્મક અભ્યાસ પણ એટલો જ મહત્વપૂર્ણ છે.તમારું ધ્યાન માત્ર ગુણ મેળવવા પર નહીં પણ જ્ઞાન વિકસાવવા પર હોવું જોઈએ. સંશોધન દર્શાવે છે કે સૂચિત અને સ્માર્ટ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ વધુ સફળ થાય છે.

 

1. નિયમિત હાજરી અને અભ્યાસ

દરરોજ વર્ગમાં હાજરી આપવી અને શિક્ષકો દ્વારા આપવામાં આવેલી ગાઇડલાઇનનું પાલન કરવું.

દરરોજ ઓછામાં ઓછી 4-5 કલાક ઘેર બેઠા અભ્યાસ કરવા પર ધ્યાન આપવું.

 

2. વ્યૂહાત્મક અભ્યાસ યોજના

(A) ટાઈમટેબલ બનાવો

બધા વિષયોને આવરી લેતું દૈનિક અને માસિક ટાઈમટેબલ તૈયાર કરો.

સૌથી મુશ્કેલ વિષય માટે વધુ સમય ફાળવો.

રોજના અભ્યાસ માટે ચોક્કસ ટાર્ગેટ નક્કી કરો.

 

(B) નબળા વિષયોનું એનાલીસીસ

તમારા માટે કયો વિષય ખૂબ સરળ છે અને કયો વિષય મુશ્કેલ છે તેનુ સંપૂર્ણ એનાલીશીસ કરો.

નબળા વિષય માટે વધુ મહેનત કરો અને મજબૂત વિષય પણ પ્રેક્ટિસમાં રાખો.

 

(C) છેલ્લાં મહિનાઓ માટે ખાસ તૈયારી

પરીક્ષાની તારીખો નજીક આવે ત્યારે મહત્વપૂર્ણ પ્રકરણો અને પ્રશ્નો પર વધુ ધ્યાન આપો.

છેલ્લા 2-3 મહિનાઓમાં બેવડું રિવિઝન કરો જેથી ભૂલ થવાની સંભાવના ઓછી થાય.

 

3. મોક ટેસ્ટ આપો અને મૂલ્યાંકન કરો

વિજ્ઞાન કે ગણિત જેવા વિષયમાં ઉચ્ચ ગુણ મેળવવા માટે મોક ટેસ્ટ ખૂબ અસરકારક સાબિત થાય છે.

CBSE દ્વારા આપવામાં આવેલા નમૂના પેપરો અને ગત વર્ષોના પ્રશ્નપત્રો પણ સોલ્વ કરો.

તમારા નબળા મુદ્દાઓને સમજી તેમાં સુધારો કરવા માટે આ વ્યુહરચના ખૂબ મદદરૂપ છે.

પ્રશ્નપત્રના ઉકેલ માટે સમયનો વ્યવસ્થિત ઉપયોગ કેવી રીતે કરવો તે પણ મોક ટેસ્ટ આપવાથી સમજી શકાય.

 

4. લખીને પુનરાવર્તન કરો

મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબો લખીને પ્રેક્ટિસ કરો,જેનાથી રીટેન્શન પાવર (સ્મરણશક્તિ) મજબૂત થાય.

લેખન પ્રેક્ટિસ વધુ મહત્વપૂર્ણ છે કારણ કે CBSE બોર્ડ સરળ અને સમજાય તેવી ભાષામાં જવાબ લખવા પર ભાર મૂકે છે.

વિઝ્યુઅલ અને હેન્ડ-રાઈટિંગ પ્રેક્ટિસ જ્ઞાનને વધુ દ્રઢ બનાવે છે.

 

5. CBSE નમૂના પેપરોનો અભ્યાસ

CBSE દર વર્ષે નમૂના પ્રશ્નપત્રો પ્રકાશિત કરે છે જે પ્રશ્નપત્રનો અંદાજ આપવામાં સહાય કરે છે.

સેમ્પલ પેપરો સોલ્વ કરવા માટે સમયમર્યાદા રાખી પરીક્ષા જેવો અનુભવ મેળવો.

ટાઈમ મેનેજમેન્ટ માટે પણ આ પદ્ધતિ ખૂબ અસરકારક છે.

 

6.આરોગ્ય અને મનોરંજન

પરીક્ષા દરમિયાન ઉચ્ચ ગુણ મેળવવા માટે તણાવ-મુક્ત અભ્યાસ જરૂરી છે.

સંતુલિત આહાર  જેમ કે શાકભાજી, દૂધ, નટ્સ અને ફળ લો.

નિયમિત કસરત અને યોગા કરો જે એકાગ્રતા અને યાદશક્તિ માટે લાભદાયી છે.

ક્યારેક હળવી મનોરંજક પ્રવૃત્તિઓ પણ જરૂરી હોય છે જેમ કે સંગીત સાંભળવું,પેઈન્ટિંગ કે શોર્ટ બ્રેક્સ લેવા.

 

CBSE ગણિતમાં સ્ટેપ-વાઈઝ માર્કિંગ કેવી રીતે કામ કરે છે?

CBSE દરેક વિષય માટે ચોક્કસ માર્કિંગ સ્કીમ રાખે છે ખાસ કરીને ગણિતમાં.

ઉકેલના દરેક સ્ટેપ્સ મહત્વના હોય છે.

જો તમે સ્ટેપ્સ યોગ્ય રીતે લખશો તો તમારું અડધું કામ થઈ ગયું ગણાશે.

જો સિદ્ધાંત બરાબર સમજાય તો આખરી જવાબ ખોટો હોવા છતાં પણ સ્ટેપ્સ માટે ગુણ મળી શકે છે.

 

CBSE પાછલા વર્ષોના પ્રશ્નો પુનરાવર્તિત કરે છે?

CBSE પ્રશ્નોના પુનરાવૃત્તિત પર ખાસ ધ્યાન આપતું નથી પરંતુ કેટલીક વાર સમાન પ્રકારના પ્રશ્નો પુછાતા હોય છે.

જો તમને વિષયની મજબૂત સમજ હશે તો તમે નવા કે જૂના કોઈપણ પ્રશ્નો સરળતાથી ઉકેલી શકો.

 

ગ્રેસ માર્ક્સ મળવાની શક્યતા છે?

CBSE માં પાસ થવા માટે 33% ગુણ જરૂરી છે.

જો કોઈ વિદ્યાર્થી ફક્ત 1-2 ગુણથી ફેઇલ થાય તો CBSE દ્વારા ગ્રેસ માર્ક્સ આપવામાં આવી શકે છે.

 

પ્રેક્ટિકલ અને થિયરી માટે પાસ થવાની શરતો

ધોરણ 10: થિયરી અને ઈન્ટરનલ ઈવોલ્યુશન સાથે મળીને ઓછામાં ઓછી 33% ગુણ મેળવવા પડશે.

ધોરણ 12: થિયરી અને પ્રેક્ટિકલ બંનેમાં અલગ-અલગ 33% ગુણ મેળવવા પડશે.

 

ઉત્તમ પરિણામ માટે સ્માર્ટ તૈયારી કરો

CBSE બોર્ડ પરીક્ષાઓમાં ઉત્તમ પરિણામ મેળવવા માટે ચોક્કસ વ્યૂહરચનાઓ અપનાવવી જરૂરી છે.

મહેનત,નિયમિત અભ્યાસ,વ્યૂહાત્મક તૈયારી અને સ્વસ્થ રહેવું આ ચાર બાબતો સફળતા માટે અગત્યની છે.

વિદ્યાર્થીઓએ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે ધીરજ અને આત્મવિશ્વાસ રાખવા જોઈએ.

(4:20 PM IST)