<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

પ્રેમીએ બેવફાઈ કરતા યુવતીએ કર્યો આપઘાત : ઝેર ખાતા પહેલા લખી ઈમોશનલ સ્યુસાઈડ નોટ

લગ્નની વાત કરતાં ભડકેલા પ્રેમીએ ઝેર આપીને કહ્યું કે- 'આ ખાઈને મરી જા. તું રહે કે ના રહે મને કોઈ ફરક નથી પડતો: અતરંગ પળોના ફોટા પાડી બ્લેકમેઈલ કરતો પ્રેમી

ઉત્તર પ્રદેશના અલીગઢમાં પ્રેમીએ બેવફાઈ કરતાં એક યુવતીએ ઝેર ખાઈને જિંદગી ટૂંકાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. અંતિમ પગલું ભરતા પહેલા મૃતક યુવતીએ લખેલી ઈમોશનલ સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેના આધારે મૃતકના પરિવારજનોએ પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અલીગઢમાં રહેતી અને ડિગ્રી કૉલેજમાં અભ્યાસ કરતી એક યુવતીએ ગત સોમવારે સાંજે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી પરિવારજનો તેને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી યુવતીની તબિયત વધારે ગંભીર જણાતા તેને જે.એન. મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવી હતી. જો કે અહીં સારવાર દરમિયાન યુવતીનું મોત થઈ ગયું હતુ. જે બાદ પરિવારજનોએ પોસ્ટમોર્ટમ બાદ યુવતીના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.

આ મામલે મૃતકના પિતાએ એક યુવક વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, આ યુવકે 5 વર્ષ અગાઉ મારી દીકરીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને અતરંગ પળોના ફોટા લઈ લીધા હતા. જે બાદ બ્લેકમેઈલ કરીને વારંવાર દુષ્કર્મ આચરતો હતો.

અમે બન્નેના લગ્ન કરાવવા માટે રાજી હતા, પરંતુ જ્યારે પણ દીકરી તેને લગ્ન માટે કહે તો તે ગલ્લાતલ્લા કરતો હતો. તેણે વાંધાજનક ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. ગત સોમવારે મારી દીકરીની પરીક્ષા હતા. આ સમયે યુવક તેને જરૂરી વાત કહેવાનું કહીને લઈ ગયો અને પછી તેને ઝેર આપી દીધુ. મારી દીકરીએ વીડિયો બનાવીને સ્યુસાઈડ નોટમાં આરોપીને પોતાની મોત માટે જવાબદાર ઠેરવ્યો છે.

યુવતીની સ્યુસાઈડ નોટમાં તેણે લખ્યું છે કે,મારા મોત માટે માત્ર તેજ જવાબદાર છે, જેણે મને દગો આપ્યો. મેં તેને લગ્ન કરવા માટે કહ્યું હતુ, પરંતુ તે ફરી ગયો. તેણે મે ઝેર ખરીદીને આપ્યું અને કહ્યું કે, આ ખાઈને મરી જા. મારે તારી જોડે કોઈ સબંધ નથી. તું રહે કે ના રહે મને કોઈ ફરક પડતો નથી.

અમે પાંચ વર્ષથી પ્રેમસબંધમાં હતા, પરંતુ અચાનક કોઈ વ્યક્તિ આટલો કેવી રીતે બદલાઈ શકે છે. આ વિચારીને હું તૂટી ચૂકી છું. મારું મગજ કામ નથી કરી રહ્યું. મને જિંદગી કરતાં મોત સરળ લાગી રહી છે. તેણે મને જે ઝેર આપ્યું, તે ખાઈને હું જીવ આપી રહી છું.

આ બાબતે એસપી અમૃત જૈને જણાવ્યું કે, પરિવારના સભ્યોને સોશિયલ મીડિયાના માધ્યમથી મૃતક યુવતીની સ્યુસાઈડ નોટ મળી. જેમાં તેણીએ અંતિમ પગલું ભરતા પહેલા આરોપી યુવકનું નામ પણ લીધુ હતુ. જેની ખારાઈ થયા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

(5:53 PM IST)