<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

જો 6 મહિના સુધી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતાં નથી તો શું થાય ? : જાણો આ અંગેના નિયમ

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન કરવાથી કે તેને નિષ્ક્રિય રાખવાથી પણ ફાયનાન્શિયલ પ્રોફાઇલ પર અસર પડે??

નવી દિલ્હી :વર્તમાન સમયમાં એક કરતાં વધારે ક્રેડિટ કાર્ડ (Credit Card) રાખવાનું પ્રચલન લોકોમાં સતત વધી રહ્યું છે. જોકે, સામાન્ય રીતે પોતાની પાસે રહેલા ક્રેડિટ કાર્ડ પૈકી એક અથવા બે કાર્ડનો જ ઉપયોગ થઈ શકે છે. કેટલાક ક્રેડિટ કાર્ડ 2-3 વખત જ ઉપયોગ કરવામાં આવે છે, તો કેટલાકનો ઉપયોગ કરવાનું બંધ કરી દેવામાં આવે છે. શું તમે જાણો છો કે તમે 6 મહિના સુધી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન કરો તો શું થશે?

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન કરવાથી કે તેને નિષ્ક્રિય રાખવાથી પણ તમારી ફાયનાન્શિયલ પ્રોફાઇલ (Financial Profile) પર અસર પડે છે.તો આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે જો તમારું ક્રેડિટ કાર્ડ 6 મહિના સુધી નિષ્ક્રિય રહે તો શું થશે?
જ્યારે તમે લાંબા સમય સુધી કાર્ડ વડે કોઈ ખરીદી કરતા નથી અથવા કોઈ બિલ ચૂકવતા નથી ત્યારે ક્રેડિટ કાર્ડ નિષ્ક્રિય બની જાય છે. સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડ કંપનીઓ એકાઉન્ટ્સની નિષ્ક્રિયતા પર નજર રાખે છે અને જો કોઈ એકાઉન્ટ ખૂબ લાંબા સમય સુધી નિષ્ક્રિય રહે છે તો ગ્રાહકની પૂછપરછ કરવામાં આવે છે.

કંપનીઓ ક્રેડિટ કાર્ડ ક્યારે નિષ્ક્રિય કરે છે?

કેટલીક કંપનીઓ 6 મહિનાની ઈનએક્ટિવિટી પછી ક્રેડિટ એકાઉન્ટને નિષ્ક્રિય કરે છે. જ્યારે કેટલીક કંપનીઓ 12 મહિના પછી કાર્ડને નિષ્ક્રિય કરે છે. જોકે, ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા ઈશ્યુ કરનાર કંપની યુઝર્સને નોટિસ મોકલે છે.

કંપની પૂછે છે કે શું તમે ક્રેડિટ કાર્ડ સક્રિય રાખવા માંગો છો કે નહીં? જો તમે કહો છો કે તમે ક્રેડિટ કાર્ડ ચાલુ રાખવા માંગતા નથી તો ક્રેડિટ એકાઉન્ટ નિષ્ક્રિય એટલે કે ડિએક્ટિવ થઈ જશે.

આ ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની નવી માર્ગદર્શિકા પ્રમાણે જો તમે ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કર્યાના 30 દિવસની અંદ જ તમારું કાર્ડ સક્રિય નહીં કરો તો કાર્ડ જારીકર્તા OTP દ્વારા તમારું કાર્ડ સક્રિય કરવા માટે તમારી પાસેથી પરવાનગી લેવી પડશે.

જોકે, જો તમે પરવાનગી નહીં આપો તો ઈશ્યુ કરનારી કંપનીએ તમારી પાસેથી મંજૂરી મળ્યાના 7 દિવસની અંદર તમારું ક્રેડિટ એકાઉન્ટ બંધ કરવું પડશે.

 

(6:03 PM IST)