News of Sunday, 9th February 2025
હવે સિમ કાર્ડ વગર મોબાઈલ કોલિંગ થશે : ભારતમાં સેટેલાઈટ સર્વિસની થઇ રહી છે તૈયારી :જાણો વિગત
ભારતમાં સેટેલાઈટ સર્વિસ શરૂ કરવાની સ્પર્ધામાં એરટેલ તથા જિયો ઉપરાંત ઈલોન મસ્કની કંપની સ્ટારલિંક તથા અમેઝોન કૂપિયર પણ સામેલ

નવી દિલ્હી :ભારતમાં સેટેલાઈટ સર્વિસનું ટૂંક સમયમાં આગમન થવા જઈ રહ્યું છે. આ માટે સરકાર પણ પૂર ઝડપે તૈયારી કરી રહી છે. આ સર્વિસ શરૂ થયા બાદ યુઝર્સ સિમ કાર્ડ અને મોબાઈલ નેટવર્ક વગર પણ કોલ તથા મેસેજની સુવિધા મેળવી શકશે.
ભારતમાં સેટેલાઈટ સર્વિસ શરૂ કરવાની સ્પર્ધામાં એરટેલ તથા જિયો ઉપરાંત ઈલોન મસ્ક ની કંપની સ્ટારલિંક તથા અમેઝોન કૂપિયર પણ સામેલ છે.
સેટેલાઈટ મારફતે કોલિંગ વર્તમાન ટેરેસ્ટીયલ મોબાઈલ નેટવર્કની તુલનામાં તદ્દન અલગ હશે. આ સર્વિસમાં યુઝર્સ એવા વિસ્તારમાંથી પણ કોલિંગ કરી શકશે કે જ્યાં મોબાઈલ ટાવરની ઉપલબ્ધતા હોતી નથી.
સેટેલાઈટ સર્વિસ શરૂ થવાથી અંતરિયાળ વિસ્તારો જેવા કે પહાડી વિસ્તારોમાંથી પણ સરળતાથી કોલિંગ કરી શકાશે તથા ઈન્ટરનેટની સુવિધા મેળવી શકાશે. આ ખાસ સુવિધાઓને ધ્યાનમાં રાખી સરકાર સેટેલાઈટ સર્વિસ લોંચ કરવા માટે તડામાર તૈયારી કરી રહી છે.
ગત વર્ષના ડિસેમ્બર સુધી સુધી કોમ્યુનિકેશન વિભાગ આ સર્વિસને લઈ નેટવર્ક એલોકેશન અંગે વિવિધ બાબતોને અંતિમ સ્વરૂપ આપવાનું હતું. જોકે આ અંગે વધુ અપડેટ માહિતી સામે આવી નથી.
નામ જ દર્શાવે છે કે સેટેલાઇટ સર્વિસમાં જમીન પર કોઈપણ ટાવર લગાવ્યયા વગર નેટવર્ક ઍક્સેસ કરી શકાય છે. અત્યારે ટેલિકોમ ઓપરેટરો મોબાઇલ ટાવર દ્વારા વપરાશકર્તાઓને નેટવર્ક પૂરું પાડે છે.આ મોબાઇલ ટાવર્સ ઓપ્ટિકલ ફાઇબર દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. તેમા સિગ્નલને એક કેન્દ્રીય સ્ટેશન પર મોકલવામાં આવે છે જ્યાંથી તે મોડેલ દ્વારા સબ્સ્ક્રાઇબર્સને વિતરિત કરવામાં આવે છે.
સેટેલાઇટ સર્વિસમાં આવું કંઈ જ નથી. તેમાં મોબાઇલ સિગ્નલ સીધા સેટેલાઇટથી વિતરિત થાય છે. ધરતી પરના બેઝ સ્ટેશનથી સેટેલાઇટ દ્વારા સિગ્નલ રીસિવર ડિવાઇસને મોકલવામાં આવે છે. આ માટે કોઈ મોબાઈલ ટાવરની જરૂર નથી.
ઈલોન મસ્કની કંપની સ્ટાર્લિંગ હાલમાં ડાયરેક્ટ-ટુ-સેલ ટેકનોલોજી ટેસ્ટ કરી રહી છે, જેમાં મોબાઇલ સિગ્નલ સીધા સેલ્યુલર ડિવાઇસ એટલે કે મોબાઇલ ફોનથી મોકલી અને પ્રાપ્ત કરી શકાય છે.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
