News of Sunday, 9th February 2025
મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહનું રાજીનામુ :અમિતશાહ સાથે કરી હતી મુલાકાત
.મુલાકાત બાદ મુખ્યમંત્રીનું પદ છોડ્યું

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રવિવારે સાંજે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું. તેમણે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. ગયા વર્ષના અંતમાં, મુખ્યમંત્રી બિરેન સિંહે મણિપુરમાં થયેલી હિંસા માટે લોકોની માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે આ આખું વર્ષ ખૂબ જ ખરાબ રહ્યું. ગયા વર્ષે ૩ મે થી આજ સુધી જે કંઈ બન્યું છે તેના માટે હું રાજ્યના લોકોની માફી માંગુ છું. ઘણા લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા. ઘણા લોકો પોતાના ઘર છોડીને ચાલ્યા ગયા. મને આનો દુ:ખ છે. છેલ્લા ત્રણ-ચાર મહિનામાં શાંતિપૂર્ણ પરિસ્થિતિ જોઈને, મને આશા છે કે 2025 માં રાજ્યમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થશે.
મણિપુરમાં મેઈતેઈ સમુદાય અને કુકી સમુદાય વચ્ચે હિંસા ગયા વર્ષે 3 મેના રોજ શરૂ થઈ હતી જ્યારે ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (ATSUM) એ મણિપુર હાઇકોર્ટના આદેશ સામે રેલીનું આયોજન કર્યું હતું જેમાં સરકારને મણિપુરી સમુદાયને અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ત્યારથી, રાજ્યમાં હિંસા ચાલુ રહી છે, અને કેન્દ્ર સરકારે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે અર્ધલશ્કરી દળો તૈનાત કરવા પડ્યા હતા.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
