<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

પુણેના સનશ્રી બિલ્ડિંગના ચોથા માળે ફ્લેટમાં ભીષણ આગ : એક મહિલાનું મોત: એક ઘાયલ

પુણેમાં NIBM રોડ પર સનશ્રી બિલ્ડિંગના ચોથા માળે ફ્લેટમાંઆગ લાગી:ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

મહારાષ્ટ્રના પુણેના કોંધવા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં લાગેલી ભીષણ આગમાં 65 વર્ષીય મહિલાનું મોત થયું હતું જ્યારે અન્ય એક વ્યક્તિને નાની ઈજાઓ થઈ હતી. 

 અહેવાલ મુજબ, આ ઘટના પુણેના NIBM રોડ પર સનશ્રી બિલ્ડિંગના ચોથા માળે આવેલા એક ફ્લેટમાં બપોરે લગભગ 3 વાગ્યે બની હતી. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

કોંધવા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિનય પાટણકરે જણાવ્યું હતું કે આગ લાગી ત્યારે ફ્લેટમાં ત્રણ લોકો હાજર હતા. આમાંથી એક વ્યક્તિ સુરક્ષિત રીતે ભાગી જવામાં સફળ રહ્યો, જ્યારે 65 વર્ષીય મહિલા અને અન્ય એક વ્યક્તિ આગમાં ફસાઈ ગયા. બાદમાં ફાયર બ્રિગેડ દ્વારા બંનેને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ગંભીર રીતે દાઝી ગયેલી મહિલાનું મોત નીપજ્યું.

 


 

(8:56 PM IST)