<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું : રોહિત શર્માની શાનદાર સદી : ભારતનો શ્રેણી પર કબ્જો

રોહિતે 90 બોલમાં 12 ફોર અને 7 સિક્સ સાથે 119 રન ઝૂડ્યા : શુભમન ગીલે 60 રન ફટકાર્યા

ભારતે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતે રવિવારે બીજી વનડેમાં ઈંગ્લેન્ડને ચાર વિકેટે હરાવ્યું હતું. ઈંગ્લેન્ડે 305 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેનો પીછો ભારતે 44.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને કરી લીધો હતો.

  રોહિત શર્માની સદીના તોફાનમાં ઈંગ્લેન્ડની ટીમ વહી ગઈ. તેણે 90 બોલમાં 119 રનની ઇનિંગ રમી જેમાં 12 ફોર અને 7 સિક્સ સામેલ હતી. શુભમન ગિલ (60)એ અડધી સદી ફટકારી હતી. શ્રેયસ અય્યરના બેટમાંથી 41 રન આવ્યા હતા. અક્ષર પટેલ 41 રને અને રવિન્દ્ર જાડેજા 11 રને અણનમ રહ્યા હતા. વિરાટ કોહલી (5) બે આંકડા સુધી પહોંચી શક્યો ન હતો. કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ 10-10 રનનું યોગદાન આપ્યું હતું.

ભારતે બીજી વનડે ચાર વિકેટે જીતી લીધી છે. અક્ષર પટેલ 41 રને અને રવિન્દ્ર જાડેજા 11 રને અણનમ રહ્યા હતા.

     આ પહેલા ઈંગ્લેન્ડનો દાવ 49.5 ઓવરમાં 304 રન પર જ સમેટાઈ ગયો હતો. જો રૂટ (69) અને બેન ડકેટ (65)એ અર્ધસદી ફટકારી હતી. લિયામ લિવિંગસ્ટોને 41 રન બનાવ્યા હતા. કેપ્ટન જોસ બટલરે 34 અને હેરી બ્રુકે 31 રન બનાવ્યા હતા. ભારત તરફથી જાડેજાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. મોહમ્મદ શમી, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી અને પંડ્યાએ એક-એક વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડના ત્રણ ખેલાડીઓ રનઆઉટ થયા હતા.

(10:09 PM IST)