News of Sunday, 9th February 2025
શું સીએમના રાજીનામા બાદ મણિપુરમાં લાગૂ થશે રાષ્ટ્રપતિ શાસન ? ; ત્યાં સરકાર કોણ ચલાવશે? જાણો શું છે નિયમો
મણિપુરમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી હિંસામાં 250થી વધુ લોકોના મોત થયા:સીએમ બિરેન સિંહ પર રાજીનામું આપવાનું ઘણું દબાણ હતું અને વિપક્ષ મણિપુરમાં લાંબા સમયથી રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી રહ્યો હતો

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સુપરત કર્યું હતું. મણિપુરના સીએમનું રાજીનામું વિધાનસભા સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા જ આવ્યું છે. જેના કારણે અનેક અટકળોને પણ વેગ મળ્યો છે. વાસ્તવમાં એવી ચર્ચા હતી કે વિપક્ષ સીએમ બિરેન સિંહ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો છે. .
મણિપુરમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી હિંસામાં 250થી વધુ લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં સીએમ બિરેન સિંહ પર રાજીનામું આપવાનું ઘણું દબાણ હતું અને વિપક્ષ મણિપુરમાં લાંબા સમયથી રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી રહ્યો હતો. હવે જ્યારે મુખ્યમંત્રી બિરેન સિંહે રાજીનામું આપી દીધું છે ત્યારે લોકોના મનમાં સવાલ એ છે કે શું તેમના રાજીનામા બાદ રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય? જ્યાં સુધી નવા મુખ્યમંત્રીની પસંદગી ન થાય ત્યાં સુધી ત્યાં સરકાર કોણ ચલાવે? આ અંગે શું નિયમ છે?
ભારતીય બંધારણમાં કોઈપણ રાજ્યમાં સરકાર ચલાવવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જો કોઈ રાજ્યના મુખ્યમંત્રી રાજીનામું આપે છે, તો રાજ્યની સંપૂર્ણ જવાબદારી રાજ્યપાલ પર આવે છે. આવી સ્થિતિમાં રાજ્યપાલ વર્તમાન સીએમને નવા સીએમની ચૂંટણી સુધી કાર્યકારી સીએમ પદ પર રહેવાનો આદેશ આપી શકે છે.
જો કે કાર્યકારી મુખ્યમંત્રીની સત્તા મર્યાદિત હોય છે. વિધાનસભામાં રાજકીય સંકટ કે વિશેષ સંજોગોમાં રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ પણ કરી શકે છે. આ પછી રાષ્ટ્રપતિ તેના પર વિચાર કરે છે અને નિર્ણય લે છે. હાલમાં મણિપુરમાં સત્તારૂઢ ભાજપ પાસે વિધાનસભામાં પૂરતી બહુમતી છે, તેથી રાજકીય સંકટની સ્થિતિ નથી.
મણિપુરમાં ટૂંક સમયમાં નવા સીએમની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે. નવા સીએમની ચૂંટણી પછી સત્તાધારી પક્ષ તેની સત્તાવાર જાહેરાત કરે છે, ત્યારબાદ રાજ્યપાલની હાજરીમાં શપથ લે છે. નવા મુખ્યમંત્રીએ વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવો પડશે. આ પછી તે પોતાનું કેબિનેટ બનાવે છે
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
