તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Sunday, 9th February 2025
૧૪ મણ ચોખામાંથી, ખેડૂત કલાકારે ૧૦ ફૂટ ઊંચી રામની મૂર્તિ બનાવી
રામની અનોખી મૂર્તિના દર્શન કરવા માટે હવે લોકોની લાઈન લાગી રહી છે.

ફત્તેહપુર (ઉત્તર પ્રદેશ): ઉત્તર પ્રદેશના ફત્તેહપુર જિલ્લાના ધરમપુર ગામના રહેવાસી શૈલેન્દ્ર તેમના પિતા સાથે ખેતી કામ કરે છે. તેઓ શિલ્પકારીનો શોખ ધરાવે છે. જ્યારે તેમને ખેતીકામમાથી સમય મળતો, ત્યારે તેઓ જુદા જુદા શિલ્પો બનાવતા. અયોધ્યામાં રામમંદિરની સ્થાપના થઈ ત્યારે જ તેમણે રામજી માટે કંઈક નવું સર્જન કરવાનું નક્કી કર્યું. ભગવાન રામ ૧૪ વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પાછા આવ્યા હોવાથી તેમણે ૧૪ મણ ચોખાનો ઉપયોગ કરીને ભગવાન રામની મૂર્તિ બનાવવાનો નિર્ણય કર્યો. ૧૪ મણ ચોખા માંથી મૂર્તિ બનાવતા તેઓને રૂ.૨ લાખનો ખર્ચ અને ૬ મહિનાનો લાગ્યો છે. રામની અનોખી મૂર્તિના દર્શન કરવા માટે હવે લોકોની લાઈન લાગી રહી છે.
શૈલેન્દ્ર આ પહેલા તેમણે ચોખા અને ઘઉંના દાણાથી સિક્કા, અશોકચક્ર અને અન્ય ભગવાનની મૂર્તિઓ પણ બનાવી ચૂક્યા છે. તેમની કેટલીક ઉપલબ્ધીને ગિનેસ વલ્ડ રેકોર્ડસૅમા પણ સ્થાન મળ્યું છે
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
