<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

ગુગલ મેપના કારણે ખેતરમાં ફસાઈ કાર કાઢવા બાઇક પર આવેલો યુવક કાર લઈને ભાગી ગયો

એક યુવાન કારની ડ્રાઇવિંગ સીટ પર બેઠો .કાર ખેતરમાંથી બહાર આવતાની સાથે જ યુવક કાર લઈને ફરાર થયો અને અન્ય આરોપીઓ બાઇક પર ભાગી ગયા

સહારનપુરના દેવબંદ થાણા વિસ્તારમાં એક અનોખી ઘટના બની છે. જેમાં મેરઠનો રહેવાસી ફિરોઝ તેના મિત્ર નૌશાદ સાથે વેગનઆર કારમાં શામલી જઈ રહ્યો હતો. તેને રોહાના ટોલ પર તેના મિત્ર લિયાકતને મળવાનું હતું. લિયાકતે તેને શામલી કરનાલ ચોકથી સહારનપુર રોડ જવાની સલાહ આપી અને લોકેશન મોકલ્યું હતુ. ફિરોઝે ગુગલ મેપ પર લોકેશન મૂકીને પોતાની સફર શરૂ કરી હતી.

 

રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ, ફિરોઝ રસ્તો ભૂલી ગયો અને ગામના ખેતરોમાં ફસાઈ ગયો હતો. તેણે લિયાકતને ફોન કર્યો અને પરિસ્થિતિ જણાવી હતી. લિયાકતે તેને હાઇવે તરફ પાછા ફરવાનું કહ્યું હતુ. દરમિયાન, કારને પાછળ રાખતી વખતે, તે ઘઉંના ખેતરમાં ફસાઈ ગઈ ગયો હતો. કાર બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે, ફિરોઝ અને નૌશાદે ત્યાંથી પસાર થતા બાઇક પરના યુવાનો પાસેથી મદદ માંગી હતી. થોડી વાર પછી વધુ ત્રણ લોકો ત્યાં પહોંચ્યા અને કાર બહાર કાઢવામાં મદદ કરવા લાગ્યા હતા.

આ દરમિયાન, એક યુવાન કારની ડ્રાઇવિંગ સીટ પર બેઠો હતો. કાર ખેતરમાંથી બહાર આવતાની સાથે જ યુવક કાર લઈને ભાગી ગયો અને અન્ય આરોપીઓ બાઇક પર ભાગી ગયા હતા. ફિરોઝનો મોબાઇલ ફોન પણ કારમાં હતો. તેણે તરત જ પોતાના બીજા ફોન પરથી 112 નંબર ડાયલ કરીને ઘટનાની જાણ કરી.

(11:39 PM IST)