<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો

કોટલી જિલ્લાના સેરી ગામના રહેવાસી અબ્દુલ રહેમાન નૌશેરા સેક્ટરના લામ વિસ્તારમાં ઘૂસણખોરી કરતા પકડાયો

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો 40 વર્ષીય પાકિસ્તાની ઘુસણખોર પકડાયો. કોટલી જિલ્લાના સેરી ગામના રહેવાસી અબ્દુલ રહેમાન નૌશેરા સેક્ટરના લામ વિસ્તારમાં ઘૂસણખોરી કર્યાના થોડા સમય પછી ભારતીય સેનાએ તેને અટકાવ્યો ત્યારે તે નશામાં હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે તે વ્યક્તિના કબજામાંથી કોઈ વાંધાજનક સામગ્રી મળી આવી નથી અને હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

(12:13 AM IST)