News of Sunday, 9th February 2025
બહેનના લગ્નમાં સ્ટેજ પર ડાન્સ કરતા-કરતાં યુવતી અચાનક ઢળી પડી : હાર્ટ એટેકથી મોત :જુઓ વિડીયો
યુવતીના મોત બાદ લગ્નનો ખુશીનો પ્રસંગ માતમમાં પરિણમ્યો ;રવિવારે ધામધૂમની જગ્યાએ શનિવારે સાદાઈથી લગ્નની તમામ વિધિ આટોપી લેવાઈ

विदिशा में शादी समारोह के दौरान स्टेज पर डांस करते समय 22 वर्षीय परिणीता जैन की अचानक मौत हो गई। उन्हें अस्पताल भी ले जाया गया, जहां डॉक्टरों ने मृत घोषित कर दिया। हार्ट अटैक से मौत की आशंका जताई गई है।#vidisha #weddingdance pic.twitter.com/pPulKUFan1
— Neeraj Pandey (@gargeyneeraj) February 9, 2025
મધ્ય પ્રદેશના વિદિશામાં એક યુવતી પોતાની બહેનના લગ્ન પ્રસંગે સ્ટેજ પર ડાન્સ કરતાં-કરતાં ઢળી પડી હતી. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવતા તબીબોએ તેને મૃત જાહેર કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઈન્દોરમાં રહેતી પરિણીતા જૈન (22) તેના મામાની દીકરીના લગ્ન પ્રસંગ નિમિત્તે વિદિશા આવી હતી. જ્યાં વિદિશાના રિસોર્ટમાં ભવ્ય લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. ગઈકાલે રાતે સંગીત સંધ્યાના કાર્યક્રમ દરમિયાન પરિણીતા સ્ટેજ પર બૉલિવૂડ ફિલ્મ 'મેરે યાર કી શાદી હૈ'ના ગીત શરારા…શરારા પર ડાન્સ કરતી હતી. આ દરમિયાન પરિણીતા અચાનક સ્ટેજ પર ફસડાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
બીજી તરફ યુવતીના મોત બાદ લગ્નનો ખુશીનો પ્રસંગ માતમમાં પરિણમ્યો હતો. આજે લગ્ન થવાના હતા, પરંતુ યુવતીના મોતના કારણ શનિવારે જ લગ્નની તમામ વિધિ આટોપી લેવાઈ હતી.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
