News of Sunday, 9th February 2025
મહા કુંભમાં કિન્નર જગદ્ગુરુ હિમાંગી સખી પર જીવલેણ હુમલો: ત્રિશૂળ-કુહાડી સાથેના ૫૦-૬૦ લોકો ધસી આવેલ: હુમલાખોરોએ કેમ્પને ચારે બાજુથી ઘેરી લીધો, તોડફોડ કરી અને હિમાંગી સખીને બંધક બનાવવાનો પ્રયાસ કર્યો

પ્રયાગરાજમાં કિન્નર જગદ્ગુરુ હિમાંગી સખી પર જીવલેણ હુમલો થયો છે. જેમાં તેઓ ગંભીર ઘવાયા છે.
હિમાંગી સખી પર થયેલા હુમલાને લઈને આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી પર આરોપ લગાવામાં આવી રહ્યા છે.
હિમાંગી સખીએ કહ્યું- 'મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિશૂળ-કુહાડી સાથેના ૫૦-૬૦ લોકો લાવ્યા હતા; મમતાના મહામંડલેશ્વર બનવાના વિરુદ્ધ હતા..
મળતી માહિતી મુજબ, મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવા પર હિમાંગી સખી તેને લઈને સવાલ કરતા હતા.
હિમાંગી સખી પર હુમલો કરવા માટે હુમલાખોરો ફૉર્ચ્યૂનર ગાડી લઈને આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
આ હુમલો પ્રયાગરાજના સેક્ટર ૮ માં આવેલા કેમ્પમાં થયો હોવાનું જણાવાય છે.
મહાકુંભ નગરમાં, હિમાંગી સખીની શિબિર પર ડઝનબંધ યુવાનોએ હુમલો કર્યો. હુમલાખોરોએ કેમ્પને ચારે બાજુથી ઘેરી લીધો, તોડફોડ કરી અને હિમાંગી સખીને બંધક બનાવવાનો પ્રયાસ કર્યો.
ઘટના બાદ વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
