News of Sunday, 9th February 2025
પ્રયાગરાજ એરપોર્ટથી સંગમ તટ પર પહોંચવા હેલિકોપ્ટર સેવા શરૂ
હેલિકોપ્ટર પ્રયાગરાજ હવાઈ મથકેથી ઉડશે અને સીધું જ ત્રિવેણી સંગમ નજીક બોટ ક્લબ પર બનેલા હેલીપેડ પર ઉતરશે

પ્રયાગરાજ: મહાકુંભમાં હવાઈમાર્ગે આવનારા શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટર દ્વારા પ્રયાગરાજ એરપોર્ટથી સીધા ત્રિવેણી સંગમ તટ પર પહોંચવા માટે ઉત્તર પ્રદેશ ઈકો ટૂરિઝમ ડેવલપમેન્ટ બોર્ડ અને ફ્લાય ઓલા દ્વારા હેલિકોપ્ટર સર્વિસ શરૂ કરવામાં આવી છે. હેલિકોપ્ટર પ્રયાગરાજ હવાઈ મથકેથી ઉડશે અને સીધું જ ત્રિવેણી સંગમ નજીક બોટ ક્લબ પર બનેલા હેલીપેડ પર ઉતરશે. આ દરમિયાન તમે મહાકુંભનો આકાશી નજારો પણ નિહાળી શકશો. હેલિકોપ્ટર પરથી ઉતર્યા પછી તમને બોટ- કલબથી બોટ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે તમને સંગમ સુધી લઈ જશે. સંગમમાં ડૂબકી લગાવ્યા બાદ તમને એ જ બોટ હેલિકોપ્ટર પર પરત લઈ આવશે. હેલિકોપ્ટર તમને ફરી પ્રયાગરાજ એરપોર્ટ ઉતારી દેશે. સમગ્ર પેકેજનો ખર્ચ પ્રતિ વ્યક્તિ રૂ.૩૫ હજાર રાખવામાં આવ્યો છે. રાઇડ સતત ચાલી રહી છે, તમે ઈચ્છો તો ૪-૫ કલાકમાં જ સંગમમાં સ્નાન કરીને પરત ફરી શકશો
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
