<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

લોકોનું જબ્બર દબાણ, સુપ્રીમ કોર્ટની તપાસ અને કોંગ્રેસ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવને કારણે બિરેન સિંહે પદ છોડવાની ફરજ પડી: પીએમ મોદીએ એકવાર મણિપુરની મુલાકાત લેવી જોઈએ અને લોકોની વાત સાંભળવી જોઈએ: રાહુલ ગાંધી

કોંગ્રેસના સંસદ અને સંસદમાં વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે મણીપુરના મુખ્યમંત્રી બિરેન સિંહનું રાજીનામું દર્શાવે છે કે લોકોનું જબ્બર દબાણ, સુપ્રીમ કોર્ટની તપાસ અને કોંગ્રેસ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવને કારણે તેમને પદ છોડવાની ફરજ પડી છે:

પીએમ મોદીએ એકવાર મણિપુરની મુલાકાત લેવી જોઈએ અને લોકોની વાત સાંભળવી જોઈએ અને રાજ્યમાં પરિસ્થિતિ સુધારવા માટેની તેમની યોજના સમજાવવી જોઈએ તેમ  રાહુલ ગાંધી કહે છે.

રાહુલ કહે છે, ભાજપના મુખ્યમંત્રી બિરેન સિંહે લગભગ બે વર્ષ સુધી મણિપુરમાં વિભાજન કરાવ્યું. મણિપુરમાં હિંસા, જાનહાનિ અને 'ભારતના વિચાર'ના વિનાશ છતાં પીએમ મોદીએ તેમને પદ પર રહેવા દીધા.

મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવી અને ત્યાંના લોકોના ઘાને રૂઝાવવાનું કામ કરવું એ સૌથી મોટી પ્રાથમિકતા છે.

(10:04 PM IST)