<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

દિલ્હીના મુખ્યમંત્રીની રેસમાં સામે આવ્યા વધુ 2 નવા નામ : શું ભાજપ આપશે સરપ્રાઈઝ?

શું ભાજપ રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની જેમ દિલ્હીમાં પણ સીએમ ચહેરા પર સરપ્રાઈઝ આપશે?

નવી દિલ્હી :દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ બધાને ચોંકાવી દીધા છે. ભાજપ 48 બેઠકો પર બમ્પર જીત નોંધાવીને સરકાર બનાવવા જઈ રહી છે, જ્યારે શાસક પક્ષ AAP માત્ર 22 બેઠકો સુધી મર્યાદિત રહી હતી. હવે મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ભાજપ રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની જેમ દિલ્હીમાં પણ સીએમ ચહેરા પર સરપ્રાઈઝ આપશે? આ દરમિયાન દિલ્હીના સીએમ પદ માટે બે નવા નામ સામે આવ્યા છે.

ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હવે દિલ્હીની જનતા એ જાણવા ઉત્સુક છે કે ભાજપના પક્ષમાંથી સત્તાની બાગડોર કોણ સંભાળશે. સીએમના સંભવિત નામોની યાદીમાં પરવેશ વર્માનું નામ ટોપ પર છે. જેમણે આ ચૂંટણીઓમાં નવી દિલ્હીથી અરવિંદ કેજરીવાલને કારમી હાર આપી હતી. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ભાજપના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે આશિષ સૂદ અને પવન શર્માને પણ દિલ્હીના સીએમ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

જો આશિષ સૂદની વાત કરીએ તો તેઓ જનકપુરીથી 68986 મતોથી જીત્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા આશિષ સૂદને ભાજપના શાસન દરમિયાન દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી બાબતોનો સારો અનુભવ છે. તેઓ દિલ્હીમાં પાર્ટીનો પંજાબી ચહેરો છે. તેઓ પ્રદેશ પક્ષના મહાસચિવ અને ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ ગોવા અને જમ્મુ કાશ્મીરના સહ-પ્રભારી છે. સીએમ પદ માટે તેમના નામની ચર્ચા ચાલી રહી છે.

ઉત્તમ નગરથી જીતેલા પવન શર્મા પ્રદેશ મહાસચિવ (સંગઠન) રહ્યા છે. તેમણે AAP ઉમેદવાર પોશ બાલ્યાનને 29740 મતોના માર્જિનથી હરાવ્યા. તેમને 103613 મત મળ્યા હતા. પાર્ટીના નેતાઓએ કહ્યું કે હાલમાં આસામ બીજેપીના સહ પ્રભારી પવન શર્મા પણ મુખ્યમંત્રી પદના મુખ્ય દાવેદારોમાંના એક છે.

 

(12:07 AM IST)