તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th February 2025
લગ્નની મજા બની સજા ! આવી શરત પછી કયા પતિને પત્નિ પાસે જવાનું મન થાય, દોડતો-દોડતો પોલીસ પાસે પહોંચ્યો પતિ
લગ્નના બે મહિના પછી પત્નિનું વર્તન બદલાઈ ગયું અને તેના સાસરિયાઓએ તેના પર ઘર જમાઈ બનવા માટે દબાણ કર્યુ : પત્નિની વાંધાજનક ચેટિંગ મળી આવતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

કોડરમા, તા.૧૦: લગ્નના બંધનને સાત જન્મોનું બંધન માનવામાં આવે છે. પરંતુ કોડરમામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં લગ્નના લગભગ ૨ મહિના પછી શરૂ થયેલા પત્નિના વર્તનથી પતિ હેરાન છે અને પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી રહયો છે અને પોલીસ પાસેથી ન્યાય માટે વિનંતી કરી રહયો છે. આ મામલો કોડરમા જિલ્લાના તિલૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના ગુમોના રહેવાસી મોહમ્મદ એજાઝનો છે.
એજાઝે શનિવારે તિલૈયા પોલીસ સ્ટેશનમાં તેની પત્નિના ત્રાસ સામે અરજી દાખલ કરી અને ન્યાયની માંગ કરી છે. આ દરમિયાન એજાઝે જણાવ્યું કે ૮ મે, ૨૦૨૪ના રોજ તેના લગ્ન ચૌપરાનની રહેવાસી એક મહિલા સાથે મુસ્લિમ રીતરિવાજ મુજબ થયા હતા. પરંતુ લગ્નના લગભગ બે મહિના પછી તેના સાસરિયા પક્ષના લોકોએ તેના પર ઘર જમાઈ બનવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું. સાસરિયાના કહેવાની અવગણના કર્યા પછી તેની પત્નિના સ્વભાવમાં મોટો ફેરફાર આવ્યો હતો.
એજાઝે જણાવ્યું કે, આ દરમિયાન તે ઘણીવાર તેની પત્નિને મોબાઈલ પર કોઈ સાથે વાત કરતા જોતો હતો. જ્યારે તેને શંકા ગઈ અને તેણે તેની પત્નિનો મોબાઈલ ચેક કર્યો, ત્યારે તેને તેની પત્નિ અને તેના સાળા વચ્ચે વાંધાજનક ચેટિંગના રેકોર્ડ મળ્યા હતા. આ સમય દરમિયાન જ્યારે મામલો વધુ વકર્યો, ત્યારે સાસરિયાના ઘરે બંને પક્ષો વચ્ચે પંચાયત પણ યોજાઈ હતી. જેમાં પંચોએ મામલો થાળે પાડવાના બદલામાં ૧.૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ પછી કોઈ પંચાયત યોજાઈ ન હતી અને હવે મામલો તિલૈયા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. એજાઝે જણાવ્યું કે તે તેની પત્નિના ત્રાસ અને તેના સાળા સાથેના સંબંધોને કારણે ખૂબ જ તણાવમાં છે. જો તેને ન્યાય નહીં મળે તો તે આત્મહત્યા કરવા મજબૂર થશે.(૨૩.૨)
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
