News of Monday, 10th February 2025
બેધડક કહી દેજો..બુઢા હોગા તેરા બાપ !!
ઈન્ટરનેશનલ સિનિયર સીટીઝન

અઠ્ઠાણું વર્ષે સ્વ.નગીનદાસ સંઘવી સુરતમાં ગરમાગરમ કચોરી આરોગી રહ્યા હતા ત્યારે કોઈએ પૂછ્યું,નગીનબાપા, તમને કોઈ કહેતું નથી કે આ ઉંમરે આવું ન ખવાય? નગીનદાસ સંઘવીએ હસતા હસતા કહ્યું, એ કહેવાવાળા બધા ગુજરી ગયા!!!! રમણલાલ સોનીએ ૯૭ વર્ષે સાહિત્ય રચના કરી હતી અને હમણાં જયારે વ્હોટસએપ યુનિવર્સિટી પર જયા બચ્ચનનો એક કહેવાતો લેખ કે જે સિનિયર સિટીઝનને બાપડા, લાચાર અને અસહાય દર્શાવે છે તે વાયરલ થઇ રહ્યો છે ત્યારે ૮૧ વર્ષના અમિતાભ બચ્ચન તેમના અડતાલીસ વર્ષના પુત્ર કરતાં વધુ કાર્યરત છે!!!! મશહૂર પત્રકાર ખુશવંત સિંહ સરદાર ૮૭ વર્ષે ફ્રેન્ચ ભાષા શીખવા ટયુશન ટીચર રાખેલો અને દરેક પાર્ટીમાં ગર્લફ્રેન્ડ શોધતા હતા.
ઈન્ટરનેશનલ સિનિયર સિટીઝન્સ ડે છે ત્યારે એક વાત ચોક્કસપણે જાણવી જરૂરી છે કે જેમણે સિટીઝન તરીકે જવાબદારીપૂર્વક જીવન નથી જીવ્યું તે તમામ લોકો સિનિયર સિટીઝન થઈને બાપડા, લાચાર અને અસહાય થઈ જાય છે. તેમના પ્રત્યે સંપૂર્ણ માન સન્માન સાથે કહેવું પડે છે કે આવા સિનિયર સિટીઝન આખી બિરાદરીનું અપમાન કરે છે. ૯૧ વર્ષે ડો. મનમોહનસિંહ વ્હીલ ચેરમાં બેસીને પણ સંસદમાં હાજર રહે છે.
અત્યાર સુધીમાં ૧૫ સિનિયર સિટીઝન માઉન્ટ એવરેસ્ટ સર કરી ચૂક્યા છે જેમાં યુચ્યુરુ મીરા નામના જાપાનીઝે આ સિધ્ધી ૮૦ વર્ષની ઉંમરે મેળવી હતી અને હાલ ૯૧ વર્ષ તે હયાત છે. બીટલ્સના પોલ મેક્કાર્ટનીએ બહુ સરસ કહ્યું છે કે પહેલા હું માનતો હતો કે ફાલતુ કામ કરનાર ફાલતુ છે. વર્ષો પછી ખબર પડી કે ફાલતુ કામ કરનાર ફાલતુ નથી, તેને ફાલતુ સમજનાર ફાલતુ છે!!!
મોરારજીભાઈ દેસાઈ ૮૧ વર્ષ દેશના વડાપ્રધાન બન્યા અને મને યાદ છે ત્યાં સુધી ૮૮ વર્ષની ઉંમર સુધી તેઓ સોમનાથના તોફાની દરિયામાં સ્વિમિંગ પણ કરતા હતા!!!
શરદ પવાર ૮૨ વર્ષે કેન્સર સર્વાઈવર તરીકે રાજનીતિમાં સક્રિય છે. અત્રે ઉલ્લેખનીય છે કે શરદ પવાર પોતાની યુવાની અને પ્રૌઢાવસ્થા દરમિયાન તેમની રાજકીય કારકિર્દીમાં એક સેલ્સમેન કરતાં વધુ ટ્રાવેલિંગ કર્યું છે અને તે પણ વાહનવ્યવહારના તમામ માધ્યમોમાં.
૭પ વર્ષે સદાબહાર નરેન્દ્રભાઇ મોદીએ જીવનના ત્રણ દશકા આર.એસ.એસ.ના સ્વયંસેવક તરીકે સખત મહેનત કરી છે. દેશ આખો ઘુમી વળ્યા છે.
સાહિત્યકાર ડો. કુમારપાળ દેસાઈ ૮૫ વરસ ની ઉંમરે લેખન કાર્ય માં સંપૂર્ણ રીતે સક્રિય છે
ઈન્ટરનેશનલ સિનિયર સિટીઝન્સ ડે ઉપર એક વાત સમજવા જેવી છે કે સિનિયર સિટીઝન એટલે લાચાર કે બાપડો નહીં પણ ઉર્જા અને અનુભવના સુખદ સમન્વય ધરાવતા નાગરિકો છે.
હવે કોઈ તમને કહે કે તમે બુઢ્ઢા છો (સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ મેસેજ)તો અમિતાભ બચ્ચન નો ડાયલોગ ફટકારી દેજો ‘બુઢા હોગા તેરા બાપ'
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
