News of Monday, 10th February 2025
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૩૯

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધીઃ- ૩૯‘‘ઓમ જેવી કોઇ ધ્વનિનો મંદ મંદ ઉચ્ચારણ કરો''
ઓમ ધ્વનિનો ઉચ્ચાર કરો અને તો એનાથી ભરાઇ જાવ અને બધુ ભુલી જઇને ઓમ બની જાવ, ધ્વનિ જ બની જાઓ. ધ્વનિ બની જું બહુ સહેલું છે કારણ કે ધ્વનિ તમારા શરીરમાં મનમાં, તમારા આખા સ્નાયુ સંસ્થાનમાં ગુંજવા લાગે છે. ઓમના ગુંજનનો અનુભવ કરો. એનો ઉચ્ચાર કરો અને એવો અનુભવ કરો કે તમારૂ આખું શરીર એનાથી ભરાઇ ગયું છે, શરીરનો ઁદરેક અણું એનાથી ગુંજી ઉઠયો છે.
ઉચ્ચાર કરવો લયબધ્ધ કરવાનો છે. ધ્વનિની સાથેલયબધ્ધ બનો, ધ્વનિ જ બની જાઓ તમે પોતાને અને ધ્વનિની વચ્ચે લયબધ્ધતા અનુભવશો ત્યારે તમારામાં એના માટે ગહેરો અનુરાગ પેદા થશે. આ ઓમનો ધ્વનિ સુંદર અને સંગીતમય છે! જેટલો તમે એનો ઉચ્ચાર કરશો એટલા જ તમે એની ઁિમઠાશથી ભરાઇ જશો. એવા ઘણા ધ્વનિઓ છે જે બહુ તીખા હોય છે અને એવા ઘણા ધ્વનિઓ છે જે ઘણા મીઠા હોય છે. ઓમ ઘણો મીઠો ધ્વનિ છે અને શુધ્ધતમ ધ્વનિ છે એનો ઉચ્ચાર કરો અને એનાથી ભરાઇ જાઓ.
જયારે તમે ઓમ સાથે લયબધ્ધ અનુભવ કરવા લાગશો તો તમે એનો જોરથી ઉચ્ચાર કરવાનું છોડી શકો છો. પછી હોઠ બંધ કરી લો અને ભીતર ભીતર જ ઉચ્ચાર કરો પરંતુ એ ભીતરી ઉચ્ચાર પહેલા જોરથી કરવાનો છે. શરૂઆતમાં એ ભીતરી ઉચ્ચાર જોરથી કરવાનો છે કે જેથી ધ્વનિ તમારા આખા શરીરમાં ફેલાઇ જાય, એના દરેક ભાગમાં એક એક કોશિકાને અડકે. આનાથી તમે નવજીવન પ્રાપ્ત કરશો અને તે તમને ફરીથી યુવાન અને વધુ શકિતશાળી બનાવી દેશે.
- રજનીશના પ્રણામ
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
