News of Monday, 10th February 2025
જમ્મુ - કાશ્મીરમાં રહસ્યમય બિમારીને બે મહિના વિત્યા : લોકો ભયના ઓઠા હેઠળ જીવવા મજબુર
ગત વર્ષે ૭ ડીસેમ્બરે અજ્ઞાત રોગથી ૧૭ના મોત થયેલ : કારણ હજી સુધી જાણી શકાયું નથી : રીપોર્ટની રાહ

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ, તા.૧૦: રાજાૈરીના બકલ ગાવમાં રહસ્યમય મૃત્યુને બે મહિનાથી વધુ સમય વિતી ગયો હોવા છતા કોઇ કારણ સામે આવ્યુ નથી. વ્યાપક તપાસ બાદ પણ પરિણામ સામે ન આવતા લોકો પણ રાહ જોઇ રહયા છે.
ગત વર્ષે ૭ ડીસેમ્બરે કુલ ૧૭ લોકોના મોત થયા હતા, જેમાં ૧૩ બાળકો પણ અજ્ઞાત બીમારીથી મૃત્યુ પામ્યા હતા. જો કે છેલ્લા ૨૦ દિવસથી કોઇ નવો કેસ સામે નથી આવ્યો હતે દાખલ દર્દીઓ સાજા થયા છે પણ સ્થાનીકોમાં ડર અને ચિંતાનો માહોલ છવાયેલો છે.
સ્થાનીકોએ જણાવેલ કે, સરકારની સારવારથી સંકટ રોકાઇ તો થયું પણ મોતના કારણ પાછળની સ્પષ્ટતા ન થતા ખુબ જ ચિંતિત છે. તેમણે અધિકારીઓને તપાસમાં ઝડપ લાવવા આગ્રહ કર્યો છે જેથી યોગ્ય સુરક્ષા ઉપાય કરવામાં આવે અને કોઇ ડર વિના સામાન્ય જીવન જીવી શકાય.
પોલીસ દ્વારા એસઆઇટીની ટીમે અનેક લોકોની પુછપરછ કરી છે પણ કોઇ જાતની કડી મળી નથી. દરમિયાન આઇસીઓમઆરએ સંક્રામક એજન્ટોના કારણોનો છેદ ઉડાડયો છે હો ઝેરીલા પદાર્થ પર ધ્યાન કેન્દ્રિત કરાઇ રહયુ છે. દિલ્હી એમ્સ અને પીજીઆઇએમઇઆર ચંદીગઢના તજજ્ઞો દ્વારા ગામની મુલાકાત લઇ નમુના પણ એકઠા કરાયા હતા. હાલ તેનું વિશ્લેષણ કરવામાં આવી રહયુ છે.
એક સ્થાનીક વરિષ્ઠ ડોકટર મુજબ સાજા થયેલ લોકોને નજર હેઠળ રાખવામાં આવ્યા છે. આ રોગીઓને એન્ટીડોટ્સ કામ કરી ગયા પણ મોતનું ચોક્કસ કારણ હજી અમારી પાસે નથી અમે એફએસએલના અંતિમ રીપોર્ટની રાહ જોઇ રહયા છીએ.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
