News of Monday, 10th February 2025
બહેનના લગ્નમાં નાચતાં ઉડયો છોકરીનો પ્રાણ :સ્ટેજ પર હાર્ટ એટેક

વિદિશા,તા.૧૦: ફરી એક વાર ખુશીના પ્રસંગમાં હાર્ટ એટેકે માતમ ફેલાવ્યો હતો અને એક આશાસ્પદ છોકરીનું જીવન હણી લીધું હતું. એમપીના વિદિશામાં બહેનના લગ્નમાં નાચતાં નાચતાં છોકરીને હાર્ટ એટેક આવતાં સ્ટેજ પર દર્દનાક મોત થયું હતું. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પરિણીતા જૈન નામની યુવતી બહેનના લગ્નમાં વિદિશામાં આવી હતી અને લગ્નની આગલી સાંજે ઘેર પાર્ટી ગોઠવી હતી જેમાં તે નાચી હતી પરંતુ નાચતાં નાચતાં હાર્ટ એટેક આવતાં તે ઊંઘા મોંએ સ્ટેજ પર પડી હતી અને ત્યાં જ મોત થયું હતું. આ ઘટના બાદ લગ્નપ્રસંગમાં માતમ છવાયો હતો.
આ પ્રસંગનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં છોકરીનું દર્દનાક મોત જોઈ શકાય છે. આ પ્રસંગે ફરી એક વાર સાબિત કર્યું છે કે હાર્ટ એટક ગમે ત્યારે ટાર્ગેટ બનાવી શકે છે માટે હાર્ટનું ધ્યાન રાખવુ જરુરી છે
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
