News of Monday, 10th February 2025
કેમ હાર્યા કેજરીવાલ? પત્રકાર અર્નબ ગોસ્વામીએ વિડિયોમાં સત્યોને ઉજાગર કર્યા
તમે કહ્યું હતું કે તમે રાજકારણમાં જોડાશો નહીં, પણ તમે જોડાયા. તમે કહ્યું હતું કે તમે સુરક્ષા નહીં લો, પણ તમે લીધી. તમે કહ્યું હતું કે તમે સરકારી બંગલો નહીં લો, પણ તમે શીશમહલ બનાવ્યો. અરવિંદ કેજરીવાલ આજે ખોટા સાબિત થયા છે. તેઓ અભિનય કરી રહ્યા હતા જે મારા માટે સ્પષ્ટ હતું પણ દુર્ભાગ્યે તે દિલ્હીના લોકો માટે સ્પષ્ટ નહોતું. તમે જેલમાં ગયા પણ તમે રાજીનામું આપ્યું નહીં. જ્યારે તમે મનીષ સિસોદિયાને રાજીનામું આપવા કહ્યું, પણ તમે તમારી ખુરશી પર ટકી રહ્યા. તમે તમારી જગ્યાએ એક નિર્દય રાજકારણી ઇચ્છતા હતા તેથી તમે અતિષીને મૂકયા. તમે કહ્યું હતું કે તમે કટ્ટર ઈમાનદાર છો અને હજુ પણ તમે મીડિયાની તપાસ અથવા સીધા પ્રશ્નોથી ભાગી જાઓ છો. તમે કહ્યું કે આ જીવનમાં ‘‘નરેન્દ્રભાઇ મોદી મને હરાવી શકશે નહીં.'' અને હવે જ્યારે તમે તે કહેલું સાંભળો છો ત્યારે તમારી જાત માટે વિચારો.

રાજકોટ, તા.૧૦: અરવિંદ કેજરીવાલ પર એક વિડિયોમાં રિપબ્લિક વર્લ્ડના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીએ AAP નેતાની વિશ્વાસઘાતની વાત કરી છે. જેના કારણે તેમનું પતન થયું. ‘‘તમે કહ્યું હતું કે તમે રાજકારણમાં જોડાશો નહીં, પણ તમે જોડાયા. તમે કહ્યું હતું કે તમે સુરક્ષા નહીં લો, પણ તમે લીધી. તમે કહ્યું હતું કે તમે સરકારી બંગલો નહીં લો, પણ તમે શીશમહલ બનાવ્યો. તમે કહ્યું હતું કે AAP ટેક્રોક્રેટ્સની પાર્ટી હશે, પણ તમે અમાનતુલ્લા ખાન અને તાહિર હુસેન જેવા લોકોને આશ્રય આપ્યો. તમે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર વિરોધી સિસ્ટમ લાવશો, પણ તમે પહેલા ED, CBI અને અન્ય એજન્સીઓને અવરોધિત કર્યા જે તમારી તપાસ કરી રહી હતી..'' સિનિયર પત્રકાર અર્નબ ગોસ્વામીએ વિડિયોમાં જણાવ્યું છે કે શા માટે દિલ્હીના લોકોએ આમ આદમી પાર્ટીના શાસનને નકારી કાઢયું.
આ વિડિયોમાં અર્નબ ગોસ્વામીએ અરવિંદ કેજરીવાલની ડયુઅલ સ્ટાન્ડર્ડની વિશ્વાસઘાત સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કેજરીવાલને યાદ અપાવ્યું કે કેવી રીતે તેમણે મનીષ સિસોદિયાને ભ્રષ્ટાચારના આરોપોમાં જેલમાં જતા રાજીનામું આપવા કહ્યું, પણ જ્યારે અરવિંદ કેજરીવાલ પોતે સમાન આરોપોમાં જેલમાં હતા ત્યારે સરકાર ચલાવવાનું ચાલુ રાખ્યું. અર્નાબજી કહે છે કે આથી સાબિત થાય છે કે AAPના નિયમો તેમના પર લાગુ નથી. તેમણે ૫ કારણો પણ ગણાવ્યા છે કે કેમ અરવિંદ કેજરીવાલે માત્ર ચૂંટણી જ નહીં, પણ લોકોનો વિશ્વાસ પણ ગુમાવ્યો. ‘‘કેજરીવાલ ઉત્સાહપૂર્વક INDI માં જોડાયા અને કોંગ્રેસ પાર્ટી સાથે હાથ મિલાવ્યા - જેનો તેણે ૨૦૧૧ના અણ્ણા હજારે આંદોલન દરમિયાન વિરોધ કર્યો હતો,'' અર્નાબ તેમના ૭.૪૮ મિનિટના વિડિયોમાં અરવિંદ કેજરીવાલને સંબોધિત કરીને અનેલ પ્રશ્નો પૂછે છે.
વીડિયોમાં અર્નબ ગોસ્વામીએ કહ્યું છે કે, દિલ્હીના પરિણામો બહાર આવી ગયા છે. અરવિંદ કેજરીવાલ તમે મને જાણો છો પણ હવે તમે મને મળતા નથી. તમે મને ઇન્ટરવ્યૂ આપતા નથી. તમે PR જર્નાલિઝમ કરવા માગો છો. તમે તમારી પાર્ટીના પ્રવક્તાઓને કહો છો કે જે મીડિયા હાઉસ તમારી સાથે સહમત નથી હોતા તેમને બ્લેકમેલ કરો. જ્યારે તેઓ તમને સખત પ્રશ્નો પૂછે છે ત્યારે તમે મીડિયા હાઉસીસનો બહિષ્કાર કરો છો તેથી તમે એક અગમ્ય, લાક્ષણિક રાજકારણી બની ગયા છો અને એવા રાજકારણી કે જે આજે હારી ગયા છે. તેથી આ મારી તરફથી તમારા માટે છે.
અર્નબજી જણાવે છે, અરવિંદ કેજરીવાલ જ્યારે પહેલી વાર ટેલિવિઝન પર આવ્યા હતા તે મારો પ્રોગ્રામ હતો. મેં કોંગ્રેસ સરકારના ભ્રષ્ટાચાર અને ઘોંઘાટના ઘણા કેસો ઉજાગર કર્યા હતા જેના સાથે તેઓ હવે ભાગીદાર છે અને તે સમયે તેમણે કહ્યું હતું કે તે કદી રાજકારણમાં જોડાશો નહીં. મને સંપૂર્ણ વિશ્વાસ નહોતો પણ થોડા મહિનાઓ પછી જ્યારે તેઓ મારા સ્ટુડિયોમાં આવ્યા, તે સમયે કેજરીવાલે કહ્યું હતું કે તેઓ તેના બાળકો અને પરિવારના સભ્યોના શપથ લઈને કહે છે કે તે રાજકારણમાં જોડાશો નહીં. પ્રમાણિકપણે અરવિંદ કેજરીવાલ આજે ખોટા સાબિત થયા છે. તેઓ અભિનય કરી રહ્યા હતા જે મારા માટે સ્પષ્ટ હતું પણ દુર્ભાગ્યે તે દિલ્હીના લોકો માટે સ્પષ્ટ નહોતું.
૨૦૧૩માં તમે ચૂંટણી રાજકારણમાં પ્રવેશ્યા અને ૨૦૧૫ સુધીમાં દિલ્હીના લોકોએ તમને ૭૦ માંથી ૬૭ સીટો આપી અને તેઓ મુખ્યમંત્રી બન્યા. સમસ્યા એ છે કે, કેજરીવાલ ૨૦૧૫ થી ૨૦૨૦ સુધીમાં પોતાનો સાચો હેતુ ભૂલી ગયા. તેમણે કહ્યું હતું કે તેઓ એક કાર્યકર બનશે. આજે તેમનું સમગ્ર રાજકીય જીવન ખતરનાક વિરોધાભાસ છે. પહેલા તેમણે કહ્યું હતું કે હું રાજકારણમાં જોડાઇશ નહીં, પછી તે જોડાયા. તેમણે કહેલું જે, સુરક્ષા નહીં લે પણ તમે લીધી. તમે કહ્યું હતું કે તમે વેગન આર કારમાં ફરશો પણ હવે તમારી પાસે લક્ઝરી ફ્લીટ SUVs છે. તમે કહ્યું હતું કે હું કદી સરકારી બંગલો નહીં લઉં પછી તમે તમારા માટે ૧૦૦ કરોડનો શીશમહાલ બનાવ્યો જે ખૂબજ શરમજનક છે. ટ્રમ્પે પણ એવો મહેલ નથી બનાવ્યો. પછી કેજરીવાલે લોકોને ફસાવ્યા. તેમણે કહ્યું હતું કે તમે ટેક્રોક્રેટ્સની પાર્ટી હશો પણ આજે તમે તાહિર હુસેન અને અમાનતુલ્લા ખાન જેવા લોકોના ભાગીદાર છો. તમે કહ્યું હતું કે તમે ભ્રષ્ટાચાર વિરોધી સિસ્ટમ બનાવશો પણ આજે જ્યારે તમારા ભ્રષ્ટાચારની તપાસ થાય છે ત્યારે તમે પહેલા ED, CBI, એન્ટી-કરપ્શન બ્યુરોને અવરોધિત કરો છો. તમે કહ્યું હતું કે જ્યારે કોઈ રાજકારણી પર આરોપ લાગે તો તેમણે રાજીનામું આપવું જોઈએ. પછી તમે જેલમાં ગયા પણ તમે રાજીનામું આપ્યું નહીં. જ્યારે તમે મનીષ સિસોદિયાને રાજીનામું આપવા કહ્યું, પણ તમે તમારી ખુરશી પર ટકી રહ્યા. તેથી તમે તમારી પાર્ટીમાં બે નિયમો બનાવ્યા એક મનીષ સિસોદિયા અને બીજાઓ માટે અને એક તમારા માટે. પછી તમે કહ્યું હતું કે તમે પરિવારવાદ વિરુદ્ધ છો પણ જ્યારે તમે જેલમાં ગયા ત્યારે તમે રાબરી દેવી મોડેલ અપનાવ્યું. તમે તમારી પત્નીને બધા રેલીઓનું નેતળત્વ કરવા મુકયા કારણ કે તમે બીજા દરેકથી અસુરક્ષિત હતા. તમે તમારી જગ્યાએ એક નિર્દય રાજકારણી ઇચ્છતા હતા તેથી તમે અતિષીને મૂકયા. તે પહેલાં તમે તમારી પત્નીને મુખ્યમંત્રીની ખુરશી પરથી સંબોધન કરાવ્યું જે ખુરશી પર અતિષીએ પહેલા દિવસે બેસવાનો ઇનકાર કર્યો હતો. પણ સૌથી મહત્વનું તમે કહ્યું હતું કે તમે તમારા સમગ્ર જીવનમાં કોંગ્રેસ પાર્ટી સાથે કદી જોડાશો નહીં. તમારી પહેલી ચૂંટણીના થોડા દિવસો પછી તમે કોંગ્રેસ સાથે જોડાયા. તમે ઉત્સાહપૂર્વક ઇન્ડિયા એલાયન્સનો ભાગ બન્યા. તમે ગુજરાત, હરિયાણા, જમ્મુ અને કશ્મીર અને દિલ્હીમાં કોંગ્રેસ સાથે પાછળથી ડીલ કરવાનો પ્રયાસ કર્યો. શું તમે ઇનકાર કરી શકો છો?
અર્નબ ગોસ્વામી અરવિંદ કેજરીવાલને સંબોધી વધુમાં જણાવ્યું હતુ કે, કેજરીવાલની આપ પાર્ટીની મુખ્યમંત્રી અતિષીએ રાષ્ટ્રીય ટેલિવિઝન પર જઈને કહ્યું કે સોનિયા ગાંધી એક ઈમાનદાર નેતા છે. આ સોનિયા ગાંધી જેના વિરુદ્ધ અણ્ણા હજારેએ તેમના ઉપવાસ દ્વારા લડ્યા તે પહેલાં તમે તેમના આંદોલનને તમારા રાજકીય મહત્વકાંક્ષાઓ માટે હાઇજેક કર્યું. હકીકત એ છે કે તમે વિચાર્યું કે ધ્યાન અણ્ણા હજારે પર હશે પણ તમે ઇચ્છતા હતા કે ધ્યાન તમારા પર હોય. અરવિંદજી તમે કહ્યું હતું કે તમે કટ્ટર ઈમાનદાર છો અને હજુ પણ તમે મીડિયાની તપાસ અથવા સીધા પ્રશ્નોથી ભાગી જાઓ છો. યાદ રાખો જ્યારે હું ભ્રષ્ટાચાર પર પ્રશ્નો પૂછતો હતો ત્યારે તમે માત્ર ઊભા રહીને તાળીઓ પાડતા હતા અને આજે તમારી પાસે મારો સામનો કરવાની હિંમત નથી. તમે સીધા પ્રશ્નોના જવાબ આપતા નથી અને જ્યારે તમે લોકો સામે આવો છો ત્યારે તમે હવે સાચા લાગતા નથી.
અર્નબ ગોસ્વામી તેમના વીડિયોમાં કેજરીવાલને વધુમાં કહે છે, તમે જાણો છો કે તમે કયારે ખોટું કર્યું. તમે આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓને કહ્યું કે દિલ્હીના લોકો સાથે વાત ન કરો ત્યારે તમે ખોટું કર્યું. કોઈપણ રાજકીય પાર્ટી જેના પ્રતિનિધિઓ લોકોની તપાસ સહન કરી શકતા નથી, તે રાજકારણની પરીક્ષામાં નિષ્ફળ ગયા છે. યાદ રાખો ચૂંટણીમાં લોકોનો અવાજ, ભગવાનનો અવાજ છે અને આજે તે અવાજ બોલ્યો છે.
તે માત્ર BJP ની મધ્યમ વર્ગની સપોર્ટ અથવા મફતમાં વસ્તુઓ આપવાની વાત નથી. લોકોને ખ્યાલ છે કે હવે એક તમે એક સાચી પાર્ટી નથી. સૌથી મહત્વનું કેજરીવાલજી આજે તમે ચૂંટણી હારવાના એક કારણોમાંથી એક પ્રદૂષણનો મુદ્દો છે. દિલ્હીમાં હવા અને પાણીનું પ્રદૂષણ. તમે સત્તામાં આવ્યા પછી તમારા પહેલા નિર્ણયોમાંથી એક દિલ્હીમાં તમામ પ્રદૂષણ ફેલાવતા નાના અને મધ્યમ એકમોને મંજૂરી આપવાનો હતો. તમે એવું કેમ કર્યું? તમારા પહેલા પગલાંમાંથી એક દિલ્હીની હવાની ગુણવત્તા બગાડી હતી.
અર્નબ ગોસ્વામીએ અરવિંદ કેજરીવાલને સ્ટુડિયોમાં આવી પ્રશ્નોનો સામનો કરવા જણાવ્યું હતુ. તેઓએ કહ્યું કે, ૨૦૧૫માં BJP મતદાતાઓ તમારા માટે લોક સ્ટોક બની ગયા હતા. તે સમગ્ર ૧૦% મતદાતાઓ પાછા ચાલ્યા ગયા છે. તમારા માટે મુશ્કેલ થઈ જશે. હું એવું નથી કહેતો કે તમે રાજકારણમાંથી બહાર જશો. તમે મહત્વાકાંક્ષી છો, તમે હંમેશા રાજકીય મહત્વાકાંક્ષી રહ્યા છો. તમારા માટે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારત એ માત્ર રાજકારણમાં પ્રવેશવાની એક સીડી હતી. પણ આજે તમારું જાહેર જીવન, તમારો રેકોર્ડ, બધું જ તપાસમાં છે.
અર્નબજી કહે છે, અરવિંદ કેજરીવાલે એક વાસ્તવિક ઇન્ટરવ્યૂમાંથી પસાર થવાની જરૂર છે. જો તમારી પાસે હિંમત હોય તો મારો સામનો કરો. રાહુલ ગાંધી જેવા બનશો નહીં જે મારો સામનો કરવાથી ડરે છે. હું તમને સીધા પ્રશ્નો પૂછીશ. તમે કહ્યું કે આ જીવનમાં ‘‘નરેન્દ્રભાઇ મોદી મને હરાવી શકશે નહીં.'' અને હવે જ્યારે તમે તે કહેલું સાંભળો છો ત્યારે તમારી જાત માટે વિચારો. તમારી જાતને સાંભળો, અને તમારી જાતને પૂછો કે તમે કેટલા અહંકારી બની ગયા છો.(https://www.youtube.com/watch?v=z-iymZEaI0s&ab_channel=RepublicWorldમાંથી સાભાર)
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
